27, ઓગ્સ્ટ 2021
3960 |
ગાંધીનગર-
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે ઝરીનાબેન સુભાન કટિયા હાથ રૂમાલ સહિતનાં નાનાં કપડાં લાવીને વેપાર કરી ગુજરાન ચલાવે છે. ગાંધીનગર સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં હેડ તરીકે ફરજ બનાવતા ડૉ. વિકી પરીખે મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું છે. ભોગ બનનારી મહિલાએ કહ્યું હતું કે સિવિલના દરવાજે બેસીને વેપાર કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે, કોઇ સંતાન નથી. શનિવારે સામાન્ય વરસાદ પડતો હોવાથી ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ઉપાડી ફેંકવા જઇ રહ્યા હતા. હું સામાનની સાથે ઢસેડાઇ રહી હતી છતાં તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને ૫૦ ફૂટ જેટલી મને ઢસેડી નાખી હતી.રાજ્ય સરકાર મહિલા સશક્તીકરણની જાેરશોરથી વાતો કરી રહી છે. એવા સમયે ગાંધીનગરમાં જ એક તબીબ દ્વારા મજૂરી કરી પેટિયું રળતી મહિલાને ૫૦ ફૂટ ઘસડીને લઈ જતાં તેમના વર્તન સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે.