મુંબઈ-
વેલેન્ટાઈન દિવસે આમ તો પ્રેમીઓ એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે, પણ પ્રેમના પ્રતિક સ્વરુપ આ દિવસે પતિ-પત્ની પણ એકબીજા પ્રત્યેના સ્નેહના બંધનને વ્યક્ત કરતા હોય છે. પતિ કે પત્ની એકબીજાને મનગમતી ગિફ્ટ કે, કાર્ડ્સ આપીને પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. ગમે તેમ તોય અભિવ્યક્તિનું મહત્વ હોય છે.
ખાસ કરીને વિદેશમાં અભિવ્યક્તિની અવનવી રીતો અજમાવાઈ હોવાનું તમે અવારનવાર વાંચો છો. હાલમાં આવા જ એક કિસ્સામાં પત્નીએ વેલેન્ટાઈન ડેના દિવસે પોતાના પતિને ગમતી સ્ત્રીઓની ડઝનબંધ તસવીરો મોકલીને તેનું મન જીતવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સોશ્યલ મિડિયા પર એક પોતાનો શોર્ટ વિડિયો બનાવીને પોતાના પતિને વેલેન્ટાઈન ડે વિશ કરતાં તેને ગમતી અનેક સ્ત્રીઓની તસવીરો ફ્લેશ કરી હતી. આ પત્નીએ કમાલ એ કરી હતી કે, પોતાના પતિ સાથેની અંતરંગ પળો દરમિયાન કે વાતવાતમાં તેણે તેને ગમતી યુવતીઓની વિગતો જાણી લીધી હતી અને મનમાં નોંધી લીધી હતી. ત્યારબાદ એક સાથે આ બધી જ સ્ત્રીઓના ફોટોઝ વિડિયોમાં પોસ્ટ કરી દીધા હતા. વેલેન્ટાઈન ડેના દિવસે આવી ગિફ્ટ મેળવીને પતિ મહાશય તો ખુશખુશાલ થઈ જ ગયા હશે એમાં બેમત નથી.
Loading ...