ફ્રૂટની લારી ચલાવતાં યુવકનાં દુષ્કર્મનાં પગલે ગર્ભવતી બનેલી તરૂણીએ બાળકને જન્મ આપ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   સુરત   |   891

૧૫ વર્ષની કિશોરીને પ્રેમની વાતો બહેકાવી, ફોસલાવી ફરવાના બહાને બહાર લઇ ગયા બાદ નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ કરાયું હતું. જાતીય શોષણના કારણે કિશોરી ગર્ભવતી બની ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો હતો. એ સમયે યુવકે લગ્ન કરવાની વાતે મામલો થાળે પાડી દેનારા યુવક બાદમાં ફરાર થઇ જતાં બાળકની માતા બનેલી તરૂણી તરફથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

અડાજણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતાં ઉત્તર ભારતીય પરિવારની તરૂણી ઝલક (નામ બદલ્યું છે) કટલરી સ્ટોરમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતી હતી. વર્ષ ૨૦૨૫ના જુન-જુલાઈ મહિનામાં ઝલકને કટલરી સ્ટોર પાસે ફ્રૂટની લારી ચલાવતાં અર્પિત ગુપ્તા સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ પરિચય થયો અને ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો. અર્પિતની પ્રેમ અને લગ્નની વાતોમાં આવી ઝલકે તેની સાથે સંબંધ વધાર્યા હતાં.

ઝલકને વિશ્વાસમાં લીધા બાદ અર્પિત તેણીને બહાર ફરવા લઇ જવા માંડ્યો હતો. દરમિયાન એક રાત્રે તે ઝલકને પાલનપોર કેનાલ રોડ લઇ ગયો હતો. જ્યાં વાતો કરવા દરમિયાન અર્પિતે તેણીને ઠંડુ પીણું પીવડાવ્યું હતું. પીણું પીધાના થોડા સમયમાં જ ઝલક હોશકોશ ગુમાવી બેઠી હતી. અર્ધબેભાન જેવી અવસ્થામાં અર્પિતે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અર્પિત અવાર નવાર આવું કરવા માંડ્યો હતો.

ક્યારેક બહેલાવી, ફોસલાવીને તો ક્યારેક ડરાવી-ધમકાવી બાંધવામાં આવેલા શરીર સંબંધના પગલે ઝલક ગર્ભવતી બની ગઇ હતી. તેણીએ આ અંગે અર્પિતને વાત કરી તે તેણે આ વાત કોઇને કરી તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. ગભરાઇ ગયેલી ઝલકે મોઢું બંધ રાખ્યું હતું. જાે કે, થોડા સમયમાં જ ગર્ભાવસ્થા અનુસારના શારીરિક બદલાવો સાથે તેણીને તકલીફ થવા માંડી હતી. જેથી વાત પરિવારના ધ્યાને આવી ગઇ હતી.

એ સમયે ઉદભવેલી સ્થિતિમાં અર્પિતે લગ્નના વાયદા કરી સમય પસાર કર્યે રાખ્યો હતો. તરૂણીને પ્રસૂતીનો સમય આવ્યો ત્યારે લગ્નની ના પાડી તે ફરાર થઇ ગયો હતો. આવી સ્થિતિમાં ત્રણ દિવસ પહેલા ઝલકે બાળકને જન્મ આપ્યો છે. સગીર વયે માતા બનેલી દીકરીની સ્થિતિ જાેઈ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે મામલાની ગંભીરતા ધ્યાને રાખી તુરંત તપાસ હાથ ધરતાં અર્પિત ગુપ્તાને ઝડપી પણ પાડ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution