અમદાવાદ-

અમદાવાદ શહેરમાં અવારનવાર અન્ય રાજ્યમાંથી આરોપીઓ આવીને ગુનાઓને અંજામ આપતા હોય છે. તાજેતરમાં પૂર્વ વિસ્તારમાં ઉત્તર પ્રદેશથી ગુનો આચરવા આવેલી ગેંગનો પણ પર્દાફાશ થયો હતો. હવે વધુ એક આરોપીની કણભા પોલીસે ધરપકડ કરી છે. કણભા પોલીસે બાકરોલ ચાર રસ્તા પાસેથી બાતમીના આધારે એક આરોપીને બે દેશી બનાવટની મેગેઝીનવાળી પીસ્ટલ અને ૧૦ જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે કણભા પોલીસને માહિતી મળી હતી કે, એક ટ્રાવેલ્સ કે જેનું નામ સહારા ટ્રાવેલ્સ છે.

તેમાં એક આરોપી હથિયાર સાથે સવાર છે. પોલીસે તપાસ કરતા એક બેગમાંથી બે દેશી બનાવટની પીસ્ટલ અને ૧૦ જીવતા કારતૂસ હતા. પોલીસે બેગને કબજે લીધી હતી. આ બેગ વિશે તપાસ કરતા તે ઉત્તર પ્રદેશના અયોધ્યાના રહેવાસી શિવમ પાઠકની હોવાનું સામે આવ્યું. જે બાદમાં પોલીસે બેગ વિશે પૂછતા આરોપીએ બેગ તેની ન હોવાનું જણાવ્યું હતું. જાેકે, પોલીસે વધુ કડક હાથે કાર્યવાહી કરી તો તેણે કબૂલી લીધું કે કે બેગ તેની જ છે. પોલીસ તપાસમાં અન્ય વિગતો સામે આવી છે કે, શિવમને આ હથિયાર અંકુર અને અન્ય એક આરોપીએ આપ્યું હતું. બંનેએ આરોપીને હથિયાર સાથે ઓઢવ જવાનું જણાવ્યું હતું. જે બાદમાં બંને આરોપી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા.

શિવમની ધરપકડ બાદ બંને આરોપીઓએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. હાલ પોલીસ તેનો સંપર્ક કરી શકી નથી. આ મામલે ડ્ઢઅજીઁ કે.ટી.કામરીયાનું કહેવું છે કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. હથિયાર ગુજરાત લાવવા પાછળ શું કારણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ કોઈ ગુનાને અંજામ આપવા માટે હથિયાર લાવ્યાની શક્યતા નકારી શકાય નહીં.