આધાર આધારિત પ્રમાણીકરણથી પારદર્શિતા અને સરળતા વધશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   1782

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. હવે સૌથી વધુ વપરાતી ૨૦ સરકારી સેવાઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આધાર આધારિત પ્રમાણીકરણ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વહીવટી સુધારણા આયોગ-ય્છઇઝ્રની ભલામણને અનુસરીને આવકના દાખલા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ સહિતની ટોપ-૨૦ સેવાઓ હવે પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ માટે આધાર આધારિત પ્રમાણીકરણ ફરજિયાત રહેશે.

મંત્રીએ જણાવ્યું કે આ ર્નિણયથી રાજ્ય સરકારની સેવાઓમાં પારદર્શિતા અને ચોકસાઈ વધશે. સરકારનો હેતુ એ છે કે, યોજનાઓનો લાભ માત્ર પાત્ર અને સાચા લાભાર્થીઓને જ મળે. તેમણે ઉમેર્યું કે આધાર પ્રમાણીકરણથી ડુપ્લીકેશન અટકશે અને વ્યવસ્થા વધુ વિશ્વસનીય બનશે. અરજદારની પૂર્વ સંમતિ મેળવવી આવશ્યક રહેશે.મહત્વનું એ છે કે એકવાર આધાર પ્રમાણીકરણ સફળતાપૂર્વક થઈ ગયા પછી નાગરિકોને ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે અન્ય દસ્તાવેજાે આપવાની જરૂર નહીં રહે. આથી અરજી પ્રક્રિયા અત્યંત સરળ અને પેપરલેસ બનશે.આધાર પ્રમાણીકરણ માટે બે વિકલ્પ રહેશે – એક વખતનો પાસવર્ડ (ર્ં્ઁ) આધારિત અથવા બાયોમેટ્રિક આધારિત, જ્યાં સુવિધા ઉપલબ્ધ હોય. જાે કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય અથવા ટેકનિકલ કારણોસર પ્રમાણીકરણ નિષ્ફળ જાય તો પણ સેવાથી વંચિત રાખવામાં આવશે નહીં. આવા કિસ્સામાં અન્ય ઓળખ પુરાવા દ્વારા સેવા આપવામાં આવશે. ડેટા સુરક્ષાને લઇને પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરક્ષા માટે સિસ્ટમમાં સંપૂર્ણ આધાર નંબર નહીં બતાવવામાં આવે, માત્ર છેલ્લાં ૪ આંકડા એટલે કે સ્ટ્ઠજાીઙ્ઘ છટ્ઠઙ્ઘરટ્ઠટ્ઠિ જ દેખાશે. રાજ્ય સરકારના આ પગલાથી નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ સરકારી સેવાઓ મળશે, તેમજ યોગ્ય લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચાડવામાં મદદ મળશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution