વલસાડ, ચૂંટણી જાહેર થતા જ ભાજપ - કોંગ્રેસ બન્ને પક્ષો વિજય મેળવવા માટે પોતપોતા ના ઉમેદવારો ની પસંદગી માટે ની કવાયત હાથ ધરી છે બીજી તરફ બન્ને પક્ષ ના કાર્યકર્તાઓ ટીકીટ મેળવવા માટે ઉચ્ચ નેતાઓ ના પગે માથા ટેકી રહ્યા છે. અત્યાર સુધી મતદારો માટે મતદાન કરવા માટે માત્ર બે જ પક્ષોના ઉમેદવારો નો વિકલ્પ હતો. મતદારો માટે ત્રીજાે વિકલ્પ નહતો પરંતુ આ ચૂંટણી યુદ્ધ માં આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારો ને ઉતારી ને મતદારો માટે ત્રીજાે વિકલ્પ ઉભો કરી આપ્યો હોવાનું પ્રજા માં ચર્ચા ઉઠી છે. ખૂબ જ ઝડપ થી દેશ માં પ્રખ્યાત થઈ ગયેલી આમઆદમી પાર્ટી એ વલસાડ જિલ્લા માં પગપેસારો કરી લીધો છે અને હવે ચૂંટણી લડવા ની તૈયારી પણ બતાવી રહી છે .ગતરોજ ધરમપુર તાલુકા ના પોન્ધા જંગલ ખાતે સૈકડો આદિવાસીઓ આમ આદમી પાર્ટી માં જાેડાયા હતા આદિવાસીઓ ના આ વિસ્તાર માં વર્ષો થી કોંગ્રેસ નું સાસન હતું જીતુભાઇ ચૌધરી ધારાસભય તરીકે વર્ષો સુધી રાજ કરી ગયા પરંતુ જીતુ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપ ના ખોડા માં બેસી ગયા બાદ કોંગ્રેસી સમર્થકો માં અસંતુષ્ટતા વ્યાપી હતી. કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા બાદ ભાજપ માં જાેડાઈ જઇ પ્રજા સાથે દગો કરતા હોવાની ચર્ચા અહીં ના લોકો માં ચકડોળે ચઢી છે કોંગ્રેસી ઉમેદવાર કોંગ્રેસ ના સમર્થકો પાસે થી મતદાન મેળવી ભાજપ માં બેસી જતા હોવાની બાબત ને સમજી ગયેલી પ્રજા સીધી રીતે ભાજપ માં જ મતદાન કરતી થઈ છે ચૂંટણી માં મતદાન કરવા માટે પ્રજા પાસે ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય વિકલ્પ ન હોવા થી ઘણા અશંતુષ્ટ મતદારો નોટા માં મતદાન કરી આવતા હોય છે પરંતુ આવનાર ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ ચૂંટણી લડવાની તૈયારી બતાવતા પ્રજા ને મતદાન માટે ત્રીજાે વિકલ્પ મળ્યો હોવાનું પ્રજા માં ચર્ચાઈ રહ્યું છે.