ભુજ-

અબડાસા તાલુકામાં ધોધમાર નવ ઈંચ વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકાના મિયાણી ગામ જે કચ્છમાં બેન્ટોનાઈટ અને બ્લેકસ્ટ્રેપનો હબ ગણાય છે તેવા ઔધોગિક વિસ્તારમાં જવા માટે કંકાવટી નદી પાર કરી જવું પડે તે નદી હાજાપર અને મિયાણી વચ્ચે કોઝવે પાપડી આજ થી દસ વર્ષ અગાઉ આ વિસ્તારના તે સમયના ધારાસભ્ય સ્વ. જેન્તીભાઇ ભાનુશાલીએ મંજૂર કરાવ્યું હતું તેનો આજે અંત આવ્યો હતો સતત છઠ્ઠી વખત કંકાવટી ડેમ ઓવરફ્લો થતાં આ કોઝ વે ધોવાઇ ગયો હતો.

આ કોઝવે પચાસ વર્ષ ન જાય તે સમયના કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં ન આવ્યો હોત આજે આ હાલત ન થાત તેવું સ્થાનિક આગેવાન રજાક હિંગોરા એ જણાવ્યું હતું કે, કોઝ વે માં લોખંડ નું નામ જ નથી તો શું વગર લોખંડનું એસટીમેન્ટ બન્યો હશે કે તે સમય ના કોન્ટ્રાકટર ભેગો વહીવટી તંત્રના માણસો પણ મીલીભગત છે. જો તટસ્થ તપાસ થાય તો અનેકના પગ નીચેથી જમીન સરકી જાય તેવું અબડાસા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ રજાક હિંગોરાએ જણાવ્યું હતું.