ટ્રમ્પની ચીમકી ,જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર 10 ટકાં વધુ ટેરિફ લાગશે 
07, જુલાઈ 2025 વોશીંગ્ટન   |   1980   |  

 ટ્રમ્પની ધમકીથી ભારત પણ ચિંતિત!

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં આયોજિત BRICS Summit 2025માં ભાગ લીધો હતો, તો બીજી તરફ, હવે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ચીમકી આપી છે. સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિએ BRICS દેશો વિશે એક મોટું નિવેદન આપીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ દેશ BRICS ની 'અમેરિકન વિરોધી નીતિઓ' સાથે જોડાશે તેની પાસેથી વધુ 10% ટેરિફ વસૂલવામાં આવશે. ટ્રમ્પે આ નિવેદન તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર શેર કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, 'જે પણ દેશ BRICS ની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેના પર વધારાની 10% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં.

અમેરિકાની આ નવી જાહેરાત ભારત માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. ભારત પણ બ્રિક્સનો એક ભાગ છે. તાજેતરમાં પીએમ મોદી બ્રિક્સના 17મા સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો ગયા હતા. તેમજ ભારતે અમેરિકા સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ વેપાર કરારો કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતે અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર માટે કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોમાં મુખ્ય મુદ્દાઓ પર તેની મર્યાદા નક્કી કરી છે. હવે આ કરારને અંતિમ સ્વરૂપ આપવાની જવાબદારી અમેરિકાના હાથમાં છે. જોકે, કહેવાય છે કે જો મુદ્દાઓ ઉકેલાઈ જાય, તો 9 જુલાઈ પહેલા વચગાળાના વેપાર કરારની જાહેરાત થઈ શકે છે.

તા. 2 એપ્રિલના રોજ, અમેરિકાએ ભારતીય માલ સામાન પર 26 ટકાં રેસસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. પરંતુ તેને 90 દિવસ માટે તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. જોકે, અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 10% મૂળભૂત ડ્યુટી હજુ પણ અમલમાં છે. ભારત આ 26% ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ ઇચ્છે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution