07, જુલાઈ 2025
ગાંધીનગર |
2178 |
સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100 ટકાં ભરાઈ ગયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 29 ડેમ હાઈએલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે ભારે વરસાદને પગલે છોટાઉદેપુર નેશનલ હાઈવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતા 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. ગુજરાતમાં હાલ વિવિધ 33 જિલ્લામાં કુલ 13 એનડીઆરએફ ટીમો તૈનાત છે અને 20 એસડીઆરએફ ટીમો તૈનાત છે.બે એનડીઆરએફ ટીમ રીઝર્વ રખાઈ છે.ગુજરાતના માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.
ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતા 14332 ગામોમાં અસર થઈ હતી અને 20292 થાંભલા અને 1073 ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા 20111 ફીડર્સને અસર થઈ હતી.
હાલ રાજ્યમાં કુલ 206 ડેમ-જળાશયોમાંથી 29 ડેમ હાઈએલર્ટ પર છે અને 17 એલર્ટ પર જ્યારે 17 વોર્નિંગ મોડ પર છે. 20 ડેમ 100 ટકા ભરાયા છે. જેમાં 19 સૌરાષ્ટ્ર-કચ્છના ડેમોનો સમાવેશ થાય છે. અનેતાપીનો 1 ડેમ છે. 43 ડેમ 70થી 100 ટકા તેમજ 46 ડેમ 25 થી 50 ટકા વચ્ચે જ્યારે 48 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.