07, જુલાઈ 2025
વડોદરા |
2475 |
સનફાર્મા રોડ ઉપર 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો ભુવો પડ્યો!
વડોદરા શહેરમાં વરસાદ શરૃ થતાની સાથે ભુવાઓ પડવાનો શરૃ થયેલો સીલસીલો ચાલુંજ રહ્યો છે. બે દિવસ બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્ટો હતો. ત્યાં સનફાર્મા રોડ ઉપર મસમોટો ભુવો પડ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા હાલમાં બેરીકેટીંગ કરીને સંતોષ માન્યો છે.
શહેરમાં હવે કોઈ એવો વિસ્તાર નહી હોંય કે જ્યાં ચોમાસામાં કે તે પૂર્વે ભૂવા પડ્યાં ના હોય ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં સર્વાધિક ભૂવાઓ પડ્યાં છે. તેમાંય મુજમહુડા અકોટા રોડ ઉપર અસંખ્ય ભૂવા પડ્યાં છે. ત્યારે બે દિવસ વરસેલા વરસાદ વચ્ચે ગત રાત્રે ટ્રાફીક થી ધમધમતાં સનફાર્મા રોડ ઉપર 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો મસમોટો ભૂવો પડતાં લોકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે આશ્ચર્યવ વ્યક્ત કર્યું હતુ. જોકે, પાલિકા તંત્ર દ્વારા હાલમાં તો ભુવી ફરતે બેરીકેટીંગ કર્યું છે.આ રોડ ઉપર ભારદારી વાહનોની અવર જવર પણ હોય છે. ત્યારે સદનસીબે ભુવો પડ્યો ત્યારે કોઈ મોટુ વાહન પસાર થતું ન હતુ.