07, જુલાઈ 2025
વડોદરા |
2376 |
મોડી રાત્રે ફતેગંજના EME કેમ્પસમાં મગર ઘૂસ્યો
વન વિભાગની ટીમે સાડા ત્રણ ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો
શહેરના ફતેગંજ વિસ્તારમાં EME કેમ્પસના ક્વાર્ટરમાં ગત મોડી રાત્રે 3.5 ફૂટનો મગર આવી ગયો હતો. વડોદરા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે વિશ્વામિત્રી નદી તેમજ આસપાસના તળાવોમાં વસવાટ કરતાં પાણીની સપાટી વધતાં બહાર રહેણાંક વિસ્તારોમાં આવી જવાની શરૃઆત થઈ છે.ખાસ કરીને નદી કાંઠાના રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જાય છે. ત્યારે ફતેગંજ ઈએમઈ કેમ્પસમાં ગત રાત્રે મગર ધૂસી જતાં આ અંગેની જાણ વન વિભાગને કરાતાં વન વિભાગનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો. અને ઈએમઈ કેમ્પસમાં જવાનોના ક્વાર્ટ્સ પાસે આવી ગયેલા 3.5 ફૂટના મગરને ભારે જહેમતે રેસ્ક્યુ કરીને વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 400 થી વધું મગરો વસવાટ કરે છે. ઉપરાંત દેવ, ઢાઢર, જાંબુવા સહિત નદીઓ તેમજ આસપાસના તળાવોમાં પણ મગરો વસવાટ કરે છે.