07, જુલાઈ 2025
અબુધાબી |
2574 |
ભારતીયો માટે સારા સમાચાર, નાગરિકતા મેળવવી થઈ સરળ
મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાતે તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયો માટે ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે નોમિનેશન પર આધારિત એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે. તેમાં કેટલીક શરતો હશે જે દુબઈમાં મિલકત અથવા વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ હશે.
અત્યાર સુધી, ભારતીયો માટે દુબઈનો ગોલ્ડન વિઝા મેળવવાનો એકજ રસ્તો મિલકતમાં રોકાણ કરવાનો હતો. તેનું મૂલ્ય ઓછામાં ઓછું રૂ. 4.66 કરોડ હોવું જોઈતું હતું અથવા તો યુએઈમાં સંચાલિત વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની શરત હતી.પરંતુ હવે લાભાર્થીઓ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે નવી નોમિનેશન-આધારિત વિઝા નીતિ હેઠળ, ભારતીયો હવે લગભગ રૂ. 23.30 લાખની ફી ચૂકવીને આજીવન UAE ગોલ્ડન વિઝાનો લાભ મેળવી શકશે.