07, જુલાઈ 2025
ગાંધીનગર |
2574 |
ગુજરાતમાં ચોમાસાની જોરદાર બેટીંગ, 44 ટકાં વરસાદ થઈ ગયો
ગત વર્ષની સરખામણીએ બે ગણો વરસાદ થયો
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને 21 દિવસ પૂરા થયા છે. આ વખતે ચોમાસાએ પ્રારંભેજ ધમાકેદાર બેટીંગ કરી છે. અત્યાર સુધી સરેરાશ 15.20 ઈંચ સાથે સિઝનનો 44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગયા વર્ષે તા. 6 જુલાઈ સુધી સરેરાશ 8 ઈંચ સાથે સિઝનનો 23 ટકા વરસાદ પણ થયો ન હતો.
ગુજરાતમાં આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.