અમેરિકામાં વરસાદી આફત: ટેક્સાસમાં 28 બાળકો સહિત 100થી વધુના મોત
08, જુલાઈ 2025 વોશીંગટન   |   3069   |  

બોટ અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન યથવાત્

અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ વરસેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો બોટ અને હેલિકોપ્ટરની મદદથી રેક્યું ઓપરેશન ચાલી રહ્યું છે.

કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યાનુસાર, અસરગ્રસ્ત કેર કાઉન્ટીમાં કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણાં સમરના કેમ્પ છે. કેર કાઉન્ટીમાં શોધકર્તાઓને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળ્યા છે, જેના કારણે ટેક્સાસમાં મૃત્યુઆંક 104 થયો છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 'સ્થાનિક અને ફેડરલ હવામાન સેવાઓએ પૂર પહેલા કેર કાઉન્ટી સમુદાયને પૂરતી ચેતવણી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસના ઇતિહાસમાં પ્રથમ વખત આવુ ભયાનક પૂર આવ્યું છે. મૃત્યુઆંક 104 થયો છે. જેમાં 28 બાળકો પણ સામેલ છે. ટેક્સાસમાં મિસ્ટિક સમર કેમ્પમાં આવેલી 10 બાળકીઓ સહિત 41 જણ ગુમ છે. વહીવટી તંત્ર તમામની શોધ અને બચાવ કામગીરી કરી રહ્યું છે.

ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ 1.8 લાખ કરોડ ગેલન વરસાદ પડ્યો હતો. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ 8 ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution