રાજકોટ-

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસ આક્રમક મૂડમાં જાેવા મળી રહ્યું છે. આજે રાજકોટ, પોરબંદર, ઘેડ પંથક, કચ્છ અને દ્વારકા જિલ્લામાંથી ૧૫૦૦ જેટલા લોકો કોંગ્રેસમાં જાેડાયા છે. કોંગ્રેસે એવી પણ જાહેરાત કરી છે કે ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામત હેઠળ ટિકિટ આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસને મજબૂત બનાવવા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ સુકાન હાથમાં લીધું છે. ત્યારે ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, જય ઠાકર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે પોરબંદર, ઘેડ પંથક, કચ્છ અને દ્વારકા જિલ્લામાં સેવા કરી રહ્યા છે. જેના ૧૫૦૦ જેટલા લોકો આજે કોંગ્રેસમાં જાેડાયા છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બધેલે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. વધુમાં ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની વિચારધારા સાથે જાેડાયેલી મહિલાઓને કોંગ્રેસમાં આવકારવામાં આવી રહ્યાં છે અને આગામી ચૂંટણીઓમાં ૫૦ ટકા મહિલા અનામત હેઠળ ટિકિટની ફાળવણી કરવામાં આવશે. જેથી મહિલાઓ કોંગ્રેસમાં આવશે તો કોંગ્રેસને જ મોટો ફાયદો થશે.