કચ્છ :

મુન્દ્રા પોર્ટ પરથી લગભગ 21 કરોડનું એટલે કે 2988 કિલો હેરોઈન ઝડપાયું છે.જેમાં 8ની ધરપકડ કરવામાં આવી છે.મુન્દ્રા પોર્ટ હેરોઇન પ્રકરણમાં નાણાં મંત્રાલયે જાહેર કરી માહિતી DRIએ મુન્દ્રા પોર્ટ પરથી ૩૦૦૪ કિલો હેરોઇન જપ્ત કર્યું૫ વિદેશી સહિત કુલ ૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

ભારતમાં હેરોઇનની દાણચોરી સામે સતત કાર્યવાહી કરતા ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) એ ૧૩મી સપ્ટેમ્બરના ​​રોજ ૨ કન્ટેનરની અટકાયત કરી હતી. જે ઈરાનના બંદર અબ્બાસ થઈને અફઘાનિસ્તાનના કંદહારથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. આ કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ હોવાનું જાહેર કરાયું હતું. કન્ટેનરની વિગતવાર તપાસથી બે કન્ટેનરમાંથી ૧૭થી ૧૯ સપ્ટેમ્બરના ​​રોજ ૨૯૮૮ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.


નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ ટેલ્ક સ્ટોનની નીચે હેરોઈન છૂપાવવામાં આવ્યું હતુંહેરોઇનને જમ્બો બેગમાં છુપાવવામાં આવ્યું હતું, જેમાં બિનપ્રોસેસ્ડ ટેલ્ક પાવડર હોવાનું કહેવાય છે. હેરોઇન બેગના નીચલા સ્તરોમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ તપાસ ટાળવા માટે હેરોઇનને ટેલ્ક પથ્થરોથી ઉપર પર રાખવામાં આવ્યું હતું. DRIને હેરોઇનને મહેનતપૂર્વક ટેલ્ક સ્ટોન્સથી અલગ તારવું પડ્યું હતું.જુદાં જુદાં શહેરોમાં પણ તપાસ હાથ ધરાઇ છે.

આ ઉપરાંત તપાસના ભાગરૂપે નવી દિલ્હી, નોઈડા (યુપી), ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં તાત્કાલિક તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દિલ્હીના ગોડાઉનમાંથી ૧૬.૧ કિલો હેરોઈન, ૧૦.૨ કિલો શંકાસ્પદ કોકેઈન પાવડર હોવાની અને નોઈડાના રહેણાંક સ્થળેથી ૧૧ કિલો હેરોઈન હોવાની શંકા પણ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.અત્યાર સુધી ૫ વિદેશી સહિત કુલ ૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.