ખાનગી અને સરકારી કંપનીઓ પાસે લગભગ ૭૮,૦૦૦ કરોડ રૂપિયા ક્લેઈમ વગરના
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2024  |   નવીદિલ્હી   |   3861



હાલમાં બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવે ત્યારે તેમાં નોમિની તરીકે એક વ્યક્તિનું નામ રાખી શકાય છે. જાેકે, હવે સરકાર આ નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે અને તે માટે તેેણે એક બિલ પણ રજૂ કર્યું છે. આ બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે હવે બેંક એકાઉન્ટ ધારક ચાર નોમિની રાખી શકશે.સરકારે બેંકિંગ કાયદામાં સુધારો કરવામાં એક બિલ રજૂ કર્યું છે જેમાં નોમિનેશન સુવિધામાં ફેરફારનો પણ સમાવેશ થાય છે જેનાથી તે વધારે કન્ઝ્‌યુમર ફ્રેન્ડલી બને. પરંતુ જાહેર ક્ષેત્રની બેંકોમાં કેન્દ્ર બહુમતી હિસ્સો જાળવી રાખશે તેની ખાતરી કરવા માટે તેનું હોલ્ડિંગ માળખું યથાવત રાખ્યું, જે દર્શાવે છે કે સરકારી બેંકોમાં હિસ્સો વેચવામાં આવશે નહીં. સરકારે ૈંડ્ઢમ્ૈં બેંકની સાથે બે ઁજીમ્જનું ખાનગીકરણ કરવાના તેના ઈરાદાની જાહેરાત કરી હતી, પરંતુ સંકેતો છે કે માત્ર નાણાકીય સંસ્થામાંથી રિટેલ ધિરાણકર્તામાં જ હિસ્સો વેચવામાં આવશે. કેબિનેટે દરખાસ્તોને મંજૂરી આપ્યા બાદ આ બિલ બેંક એકાઉન્ટ ધારક દ્વારા ચાર નોમિની રાખવાની જાેગવાઈ કરવા માંગે છે અને બેંક લોકર્સમાં પણ સુવિધાનો વિસ્તાર કરે છે.લોકસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રજૂ કરેલા બેંકિંગ કાયદા (સુધારા) બિલ ૨૦૨૪ એક સાથે અને ક્રમિક નોમિનેશન માટેની જાેગવાઈ ધરાવે છે. આનો અર્થ એ છે કે પ્રથમ નોમિનીનું નોમિનેશન ડિપોઝિટ અથવા એકાઉન્ટ હોલ્ડરના મૃત્યુ પર અસરકારક રહેશે. બીજા નોમિનીનું નોમિનેશન પ્રથમના મૃત્યુ પર જ અસરકારક બનશે. તે આ બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં નોમિનેશનના ક્રમનો ઉલ્લેખ નથી ત્યાં વ્યક્તિઓનું નામ નોમિનેશનમાં જે ક્રમમાં તેમના નામ દેખાય છે તે ક્રમમાં નોમિનેટ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવશે. નોમિનેશન મિકેનિઝમમાં ફેરફાર એ સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક તરીકે જાેવામાં આવે છે કે ડિપોઝિટ વ્યર્થ ન જાય કારણ કે બેંકો વારસદારોને ભંડોળ ટ્રાન્સફર કરવા માટે તેને બોજારૂપ બનાવવા માટે જાણીતી છે, જેના પરિણામે ખાનગી અને સરકારી કંપનીઓ પાસે લગભગ ૭૮,૦૦૦ કરોડ રૂપિયા ક્લેઈમ વગરના છે.

આ બિલ દાવો ન કરેલા ડિવિડન્ડ, શેર અને વ્યાજ અથવા બોન્ડના રિડેમ્પશનને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવાનો પણ પ્રયાસ કરે છે, જે વ્યક્તિઓને ફંડમાંથી ટ્રાન્સફર અથવા રિફંડનો દાવો કરવાની મંજૂરી આપે છે જેનાથી રોકાણકારોના હિતોનું રક્ષણ થાય છે. અન્ય પ્રસ્તાવિત ફેરફારમાં ડિરેક્ટરશિપ માટે 'સબસ્ટેન્શિયલ ઈન્ટરેસ્ટ'ને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો સમાવેશ થાય છે, જે લગભગ છ દાયકા પહેલા નક્કી કરાયેલી વર્તમાન મર્યાદા ૫ લાખ રૂપિયાને બદલે વધારીને ૨ કરોડ રૂપિયા થઈ શકે છે. કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીએ આ બિલની રજૂઆતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકારો પાસે રહેલી સહકારી સંસ્થાઓના સંબંધમાં કાયદો ઘડવાની સત્તા છે. આરએસપીના સભ્ય એન કે પ્રેમચંદ્રને એક બિલ દ્વારા પાંચ કાયદાઓમાં સુધારો કરવાનો વિરોધ કર્યો હતો, જ્યારે ટીએમસી સભ્ય સૌગત રોયે બિલને અનાવશ્યક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે બિલમાં પ્રસ્તાવિત સુધારાઓ વહીવટી ર્નિણયો દ્વારા થઈ શકે છે. વિપક્ષની ટિપ્પણીનો જવાબ આપતા, નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે સહકારી બેંકોના સંદર્ભમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં કરવામાં આવેલા વિવિધ સુધારાઓ માત્ર એક કે બે નહીં પરંતુ અનેક હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution