તામિલનાડુની વિદ્યાર્થિનીના આપઘાત મામલે પગલાં લેવા એબીવીપી દ્વારા માંગણી
26, જાન્યુઆરી 2022

જૂનાગઢ, તમિલનાડુના થંજાવુરની ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ મામલે જૂનાગઢ એબીવીપીએ રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે,વિદ્યાર્થીનીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરાતું હતું. આ માટે શારિરીક અને માનસિક ત્રાસ પણ અપાતો હતો જેનાથી કંટાળી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે.શાળાઓમાં શિક્ષણની આડમાં ધર્મપરિવર્તન કરાવાય છે. ત્યારે વિદ્યાર્થીને મરવા મજબુર કરનાર સેક્રેડ હાર્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, થુંજાવુરની માન્યતા રદ કરવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં ભરવાની એબીવીપીએ માંગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution