/
વિષ્ણુ પુરાણ અનુસાર આવી રીતે થશે કલિયુગનો અંત !

ભગવાન વિષ્ણુ ધરતી ના પાલનહાર કહેવામાં આવે છે, એની સાથે જોડાયેલ ગ્રંથ વિષ્ણુ પુરાણ માં ભગવાન વિષ્ણુ ના ઘણા પ્રસંગ વાચવા મળે છે. વિષ્ણુ પુરાણ માં જ ભગવાન વિષ્ણુ ના કલ્કિ અવતાર નો પણ ઉલ્લેખ મળે છે.

જયારે જયારે ધરતી પર પાપીઓ નું રાજ વધી ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ અવતાર લીધો અને લોકોને બચાવવા ધરતી પર આવ્યા. બતાવવામાં આવે છે કે જે સમયે કળિયુગ એમના અંત પર અહ્સે વિષ્ણુ ભગવાન કલ્કિ નો અવતાર લઈને ધરતી પર પ્રગટ થશે. ચાલો જાણી લઈએ કળિયુગ સાથે જોડાયેલી વાતો પર શું ભવિષ્યવાણી કરવામાં આવી છે.


૧. પુરાણો નું માનવામાં આવે તો કળિયુગ માં જેના મોં માંથી જે પણ નીકળશે એને શાસ્ત્રોક્ત (વિદ્વાન) સમજવામાં આવશે. લોકો ભૂત પ્રેત ને દેવતા માનવા લાગશે. એની જ પૂજા અર્ચના કરશે.

૨. કળિયુગ માં પાપ વધી જશે ત્યારે જેની પાસે થોડું પણ ધન હશે તે ઘમંડી થઇ જશે. ધનવાન વ્યક્તિ પૂજનીય થઇ જશે અને કોઈ વાતનું કોઈ મુલ્ય નહિ રહે. માત્ર પૈસાથી માણસને પૂજવામાં આવશે.

૩. પુરાણો માં લખ્યું છે કે વ્યક્તિ એક મકાન ની પાછળ એમની બધી જમા કરેલા પૈસા ખર્ચ કરી નાખશે.

૪. સ્ત્રીઓ ના વિષય માં કહેવામાં આવ્યું છે કે તે એમના વાળમાં ખુબ જ મોહ રાખશે. સ્ત્રીઓ એના વાળની ખુબસુરતી માટે પૈસા ખર્ચ કરશે.

૫. કળિયુગ ના અંત માં દુષ્કાળ પણ પડશે. ખેડૂતો એટલા પરેશાન થઇ જશે કે તે આત્મહત્યા કરવા લાગશે.

૬. કળિયુગ માં લોકો ખાણીપીણી ને જરૂરત સમજશે. પેટ ભરવા માટે કઈ પણ ખાઈ લેશે. ભગવાન ને ભોગ લગાવ્યા વગર એમનું પેટ ભરશે.

૭. કળિયુગ માં રાજા એમની પ્રજાની રક્ષા નહિ કરે, કર (ટેક્ષ) લેવાના બહાને પ્રજા નું જ ધન છીનવા લાગશે.રાજા પ્રજાપાલક નહિ પરંતુ પ્રજા રાજાનું પાલક બનશે.

૮. કળિયુગ ના અંત માં લોકો ના વાળ યુવાની માં જ સફેદ થવા લાગશે.

૯. શાસ્ત્રો નું માનવામાં આવે તો કળિયુગ ના અંત સુશી લોકો નું આયુષ્ય માત્ર ૨૦ વર્ષ જ રહેશે. વેદમાર્ગ, અમાનુંશ્ય માં પાખંડ અને અધર્મ ની વૃદ્ધિ થઇ જવાથી પ્રજા ની ઉંમર ઓછી થશે.

10. ખાવાની વાત કરવામાં આવે તો કળિયુગ ના અંત માં ધાન્ય (અન્ન) નો આકાર ખુબ જ નાનો થઇ જશે. શાકભાજી અને ફળો માં રસ નો અભાવ થશે. એના કારણે ભૂમિ માં જળનું સ્તર પડી જશે. આવી રીતે આવશે પ્રલય

વિષ્ણુ પુરાણ માં સૃષ્ટિ ના અંત અથવા પ્રલય ને લઈને પણ ઘણી કહાનીઓ સાંભળવા મળે છે. વિષ્ણુ પુરાણ માં બતાવવામાં આવ્યું છે કે જેમ જેમ સૃષ્ટિ અંત તરફ વધશે તો જળ પ્રલય પહેલા જ એનો વિનાશ થઇ જશે. વધતી ગરમી ધરતી ને વિનાશ તરફ લઇ જશે. ભયાનક અકાળ ની સ્થિતિ આવી જશે. વરસાદ ના એક ટીપા માટે લોકો તરસી જશે. લોકો ના ખેતર સુકાઈ જશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution