07, એપ્રીલ 2021
1089 |
અરવલ્લી-
અરવલ્લી જીલ્લાના બાયડ પોલીસ મથકના પોક્સો એક્ટના અપહરણ વિથ એટ્રોસીટીના આરોપીને ભોગ બનનાર સહિત અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસે ભુજ તાલુકાના પધ્ધર ગામની સીમમાંથી દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પોલીસ મથકે ગુના રજી નં. 046/2018 થી નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર સરસોલી તા. બાયડનો આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ ચોપડે વાૅન્ટેડ હતો. આ આરોપીને અરવલ્લી પેરોલ ફ્લો સ્કવોર્ડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે એસ સિસોદીયા અને તેમની ટીમના માણસોએ કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના પધ્ધર ગામની સીમમાં છુપાયાં હોવાની માહિતી મળતાં ઘઉંના ખેતરને ચારે બાજુથી કોર્ડન કરી આરોપી નરેશભાઈ કાળુભાઈ ખાંટ(ઠાકોર) ઉં વ. 24 રહે. સરસોલી તા. બાયડ જી.અરવલ્લી તથા ભોગ બનનાર સગીરા સહિત દબોચી લઈ આગળની તપાસ કાર્યવાહી સારૂ એસ સી, એસ ટી સેલના ડીવાયએસપી મોડાસાને સુપ્રત કરવામાં આવેલ છે.