10, મે 2024
297 |
સાવલી
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પરિવાર સાથે મતદાન કર્યા બાદ ધારાસભ્યનું કોંગ્રેસને સમર્થન નામની પોસ્ટ વાયરલ કરવાના પ્રકરણમાં સાવલી પોલીસે એકની ધરપકડ કરી હતી.સાત મેના રોજ યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્ય કેતન ઈનામદારે સાવલીની ગંગોત્રી હાઇસ્કુલ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું અને તેનો ફોટો લોકો વધુ મતદાન કરે તે આશય થી વાયરલ કર્યો હતો.આ ફોટાનો દુરુપયોગ કરીને હેડલાઈન ન્યુઝ નામની પ્લેટમાં ધારાસભ્યનું કોંગ્રેસને સમર્થન નામની પોસ્ટ સોશિયલ મીડિયા માં વાયરલ થઈ હતી જેના પગલે તાલુકામાં ભારે ચર્ચા જાગી હતી અને તેના પગલે ધારાસભ્ય ની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો અને મતદાનને પ્રભાવિત કરવાના આશયથી આ પોસ્ટ વાઇરલ થતા ધારાસભ્યના પી એ દ્વારા સાવલી પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે સાવલી પોલીસે વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં સાવલી પોલીસે ભારે ઝીણવટ પૂર્વક તપાસના અંતે વિજય ચંદ્રસિંહ ભુમેલા રહે ભાદરવા તા સાવલી બ્રાહ્મણ શેરી ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે