વડોદરા, તા.૧૬

ભારતીય ટીમના ખેલાડી અને ઇખર એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત થયેલા ભરૂચના મુનાફ પટેલના ૨ બેન્ક ખાતાને સિઝ કરી દેવામાં આવ્યા છે. જેનું કારણ એ મનાય છે કે મુનાફ પટેલ જે બિલ્ડર કંપનીમાં ડાયરેકટર હતા તે કંપનીએ રોકાણકારોના નાણાં પરત ન કરતા ઉત્તર પ્રદેશ ભૂ-સંપદા વિનિયામક પ્રાધિકરણ (ેંઁ ઇીટ્ઠિ) દ્વારા આપવામાં આવેલા વસૂલ પ્રમાણપત્ર (આરસી)ના આધાર પર ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તેમજ ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલના બે બેન્ક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે.તદુપરાંત ૫૨ લાખ રૂપિયા પણ વસૂલ કરવામાં આવ્યા છે. મુનાફ પટેલ યુપીની બિલ્ડર કંપની નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડમાં ડાયરેક્ટર છે. યૂપી રેરાએ આ કંપની દ્વારા રોકાણકારોની રકમ પરત ના આપવાના આરોપમાં આ કાર્યવાહી કરી હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યું છે. ગૌતમ બુદ્ધ નગરના જિલ્લા અધિકારી સુહાસ એલવાઇએ જણાવ્યું કે, યૂપી રેરાની આરસીના આધારે બિલ્ડર કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  વિવિધ સલાહ બાદ જિલ્લાની મહેસૂલ વિભાગની ટીમ દ્વારા બેન્ક ખાતા સીઝ કરી નાણા પણ વસૂલવામાં આવ્યા છે.વધુમાં તેમણે જણાવ્યુ કે બાકીની રકમની વસૂલીનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિસ્ટ્‌ક્ટ મેજિસ્ટ્રેટ જણાવ્યુ કે, ગ્રેટર નૉઇડા વેસ્ટ સેક્ટર ૧૦માં નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડ અંતર્ગત વનલીંક ટ્રૉય નામની એક પરિયોજના પર કામ થઇ રહ્યું છે, જેના ખરીદદારોએ પરિયોજના સમય પર પુરી ના થવા પર યૂપી રેરામાં ફરિયાદ કરી હતી. આ  ફરિયાદના આધાર પર કરવામાં આવેલી સુનાવણી બાદ યૂપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ જારી કર્યો હતો. તેમને જણાવ્યુ કે,  આ આદેશનું પાલન ના કરવા પર યૂપી રેરાએ બિલ્ડરને આરસી જાહેર કરી દીધી હતી, જિલ્લા પ્રશાસનની પાસે બિલ્ડર વિરુદ્ધ ૧૦ કરોડ રૂપિયાની ૪૦થી વધુ આરસી બાકી પડેલી છે.એલવાયે બતાવ્યુ કે, આ મામલામાં દાદરી તાલુકાની ટીમે વસૂલીનો પ્રયાસ આદર્યો છે, પરંતુ બિલ્ડરે પૈસા નથી આપ્યા, આ પછી તાલુકાની ટીમે કાનૂની સલાહ લીધા પછી કંપનીના નિદેર્શકો પાસેથી રકમ વસૂલ શરૂ કરી દીધી છે. અધિકારીએ જણાવ્યુ કે, ક્રિકેટર મુનાફ પટેલ કંપનીના નિદેર્શક છે, તેમના નોઇડા અને ગુજરાતમાં એક્સિસ બેન્કની બે બ્રાન્ચોમાં સ્થિતિ બે ખાતાઓને સિઝ કરીને રકમ વસૂલી કરવામાં આવી છે. બન્ને બેન્કમાંથી લગભગ ૫૨ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તેમને જણાવ્યુ કે, બિલ્ડર વિરુદ્ધ આગાળની કાર્યવાહી ચાલુ રહેશે.નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડે વર્ષ ૨૦૧૭માં યૂપી રેરામાં પરિયોજનાને પંજીકૃત કરાવી હતી, નક્કી સમયમાં કામ પુરુ ના થયુ તો યૂપી રેરાના બિલ્ડરને વધુ એક મોકો આપતા વધારાનો સમય આપ્યો હતો. છતાં પણ કામ

પુરુ ના થયુ, આ વર્ષે પરિયોજનાનુ રજિસ્ટ્રેશન પણ સમાપ્ત થઇ ગયુ છે.એલવાઇએ બતાવ્યુ કે યૂપી રેરાની આરસી પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે. આ ક્રમમાં કંપનીના નિદેશક મુનાફ પટેલના બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે, તેમને બતાવ્યુ કે, બાકીની રકમ વસૂલવા માટે પણ આ જ રીતે કાર્યવાહી થઇ રહી છે.