AAPના નેતાઓ પર થયેલા હુમલા અંગે કાર્યકરોમાં રોષ, સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને સખ્ત કાર્યવાહીની માગ

સુરત-

વિસાવદરના લેરિયા ગામે AAPના ઈસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતાઓ પર થયેલા હુમલાને લઈને AAP કાર્યકરોમાં રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈને AAPના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. ઘટનાના બીજા દિવસે સુરતમાં AAPના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. AAPના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, "ઇસુદાન, મહેશ સવાણી જેવા લોકો પર ગુજરાતમાં હુમલો થતો હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમ દરમિયાન વિસાવદરના લેરીયા ગામે થયેલી હિચકારી હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાવવા AAPના નેતાઓ ગતરાત્રિથી જ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી જઈ રામધૂન બોલાવી હતી." આ ઘટનાને લઈને ગુજરાતમાં પણ રાજનીતિમાં ગરમાવો આવવાની સાથે સાથે આરોપો-પ્રત્યારોપોનો દોર પણ શરુ થઇ ગયો છે. ત્યારે સુરતમાં AAPના કાર્યકરોએ આ હુમલાના વિરોધમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી. આવેદનપત્ર આપવા આવેલા કાર્યકરોએ સુરત કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution