મુંબઈ-
બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂરે બોલિવુડમાં હજી આંગળીના વેઢે ગણાય તેટલી ફિલ્મો કરી છે. પરંતુ તેની પોપ્યુલારિટી અને ફેન ફોલોઈંગ ખૂબ વિશાળ છે. ફિટનેસ માટે જાણીતી જ્હાન્વી કપૂર પોતાના લગ્ન માટે અતઃથી ઈતિનું પ્લાનિંગ કરી રાખ્યું છે. ૨૪ વર્ષીય એક્ટ્રેસે લગ્નના સ્થળ અને સજાવટથી માંડીને બેચલર પાર્ટી અને લગ્નના ફંક્શનનું કયું કામ કોણ સંભાળશે તેનો પ્લાન તૈયાર કરી રાખ્યો છે. એક મેગેઝિન માટે જ્હાન્વીએ હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે અને તે દરમિયાન જ તેણે પોતાના ડ્રીમ વેડિંગનો ખુલાસો કર્યો છે. જ્હાન્વીના કહેવા પ્રમાણે, તેના લગ્ન સિમ્પલ અને બેઝિક હશે.
જ્હાન્વીએ એક વિડીયોમાં જણાવ્યું કે, તે લગ્નના તમામ ફંક્શન ૨ દિવસમાં પૂરા કરી દેવા માગે છે. જ્હાન્વીની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે રિસેપ્શન રાખવાની તરફેણમાં જરાપણ નથી. વિડીયોમાં જ્હાન્વીએ કહ્યું, હું બેચલરેટ પાર્ટી સાઉથ ઈટાલીના કેપરીમાં યૉટ પર કરવા માગુ છું. મારા લગ્ન તિરુપતિમાં થાય એવી ઈચ્છા છે. જ્હાન્વીના લગ્નમાં સ્વર્ગસ્થ મમ્મી શ્રીદેવી સાથે જાેડાયેલી પણ ખાસ ચીજ હશે. જ્હાન્વીના કહેવા પ્રમાણે, તેની મહેંદી અને સંગીત સેરેમની સ્અઙ્મટ્ઠॅર્િીના ઘરમાં યોજાશે. આ ઘર શ્રીદેવીનું પૈતૃક નિવાસ્થાન છે. લગ્નની સજાવટ વિશે વાત કરતાં જ્હાન્વીએ કહ્યું કે, મોગરા અને મીણબત્તીથી વેન્યૂ સજાવાશે. લગ્નમાં જ્હાન્વી ગોલ્ડન અને આવરી થીમની કાંજીવરમ અથવા પત્તુ પાવડાઈ સાડી પહેરવા માગે છે. લગ્નની જવાબદારીઓ પણ જ્હાન્વીએ વહેંચી રાખી છે. તેના કહેવા અનુસાર, તેની સાવકી બહેન અંશુલા બધી જ વસ્તુઓનું ધ્યાન રાખશે તો તેના પિતા બોની કપૂર લગ્ન દરમિયાન ભાવુક હશે. પોતાની બ્રાઈડ્સમેડ વિશે વાત કરતાં જ્હાન્વીએ કહ્યું કે, તેની બહેન ખુશી, અંશુલા અને બેસ્ટ ફ્રેન્ડ તનીષા સંતોષી આ જવાબદારી સંભાળી લેશે. સપનાના રાજકુમાર વિશે વાત કરતાં જ્હાન્વીએ કહ્યું તે ખૂબ સમજદાર હશે પરંતુ હું હજી સુધી આવી કોઈ વ્યક્તિને મળી નથી.
Loading ...