રામ મંદિર બનવાની આપણે સૌ કોઇ રાહ જોઇ રહ્યાં હતા ત્યારે આજે કરોડો દેશવાસીઓનું સપનુ પૂર્ણ થવા જઇ રહ્યું છે. સામાન્ય માણસોથી સેલિબ્રિટીઝ સુધી બધા જ લોકો રામ મંદિરને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ત્યારે કંગના રનૌતે પણ રામ મંદિરને લઇને ટ્વિટ કરી છે.  કંગનાએ રામ મંદિર પર કરી ટ્વિટ લખ્યુ જય શ્રી રામ નરેન્દ્ર મોદી કરશે ભૂમિપૂજન ભૂમિ પૂજનને લઇને અયોધ્યાવાસીઓએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

આ કાર્યક્રમમાં માનનીય નરેન્દ્ર મોદી પણ પધારવાના છે. કંગનાએ ટ્વિટ કરીને લખ્યુ હતું કે, બે તસવીરો 500 વર્ષના યાત્રાનું વર્ણન કરે છે, એક યાત્રા જેમાં પ્રેમ અને આસ્થા છે જે ભગવાન શ્રી રામની મહિમાની ગાથા ગાય છે, જય શ્રી રામ.તમને જણાવી દઇએ કે ભૂમિપુજન આદરણીય નરેન્દ્ર મોદી કરવાના છે. મોદીજી અને મોહન ભાગવત ભૂમિ પૂજન કાર્યક્રમની શરૂઆત કરશે. 12 વાગીને 44 મિનીટે ભૂમિ પૂજન થશે. તેના માટે સુરક્ષા પણ ખૂબ જ વધારે છે. કંગનાએ ગયા વર્ષે રામ મંદિરને લઇને ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી અને તે ફિલ્મ પ્રોડ્યુસ કરશે તેવા સમાચાર મળ્યા છે.