હાલોલ, તા.૨૨

આ ફિલ્મના શૂટિંગને કારણે પાવાગઢ ખાતે તમામ માર્ગો બંધ કરી દેવાતાં યાત્રાળુઓ અટવાયા હતા અને ડુંગર ઉપર જવાના માર્ગ ઉપર બાઉનસરો ગોઠવી દેવામાં આવ્યા હતા.હવે સવાલ એ થાય છે કે વહીવટીતંત્રએ જાે આ ફિલ્મનું શૂટિંગ કરવાની પરવાનગી આપી હોય તો અને યાત્રાળુઓને પાવાગઢ ડુંગર ઉપર પ્રવેશ આપવાનું બંધ કરવાનું નક્કી કરવું હોય તો અગાઉથી પ્રચાર માધ્યમો દ્વારા જાણ કરવાની જરૂર હતી પરંતુ આવું કંઇજ કરવામમાં આવ્યું નથી જે અંગે આશ્ચર્ય ઉપજાવે છે અને અનેક યાત્રાળુઓ નિરાશ થઈને પાછા જવાનો વારો આવ્યો હતો અને કેટલાક પાછળના રસ્તે થઈને ડુંગર પર ચડ્યા હતા. હિન્દી ફિલ્મ મેરે પાસ મા હે શૂટિંગ હજુ આગામી બે દિવસ સુધી ચાલવાનું છે સામાજિક પ્રસંગો ની રજૂઆત આ ફિલ્મમાં પગાર હોવાનું જાણવા મળે છે ઉપરાંત આજે એક દો તીન તેજાબ ની હિરોઈન માધુરી દીક્ષિત પાવાગઢ ખાતે શૂટિંગ માટે આવી હોવાનું જાણવા મળતા એના ચાહકો પાવાગઢ ઉમટયા હતા પરંતુ ચુસ્ત બંદોબસ્ત અને બાઉસરો ની સલામતી વ્યવસ્થા ના કારણે ચાહકો માધુરી દીક્ષિતની એક ઝલક સત્તા મેળવી શક્યા ન હતા છતાં હજુ બે દિવસ શૂટિંગ ચાલુ છે ત્યારે ક્યારે ક્યાં પોતાની મનપસંદ હિરોઈનની રુબરુ ઝાંખી મળે એની આશામાં ચાહકો મોટી સંખ્યામાં આગામી બે દિવસમાં ઉમટશે.