ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ માં કામ કરનારી અભિનેત્રી રિંકુ સિંહ નિકુંભાનું કોરોનાથી મોત

મુંબઈ-

કોરોના વાયરસ રોગચાળોએ આજકાલ આપણી પાસેથી ઘણી મોટી હસ્તીઓને છીનવી લીધી છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તાજેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અન્ય એક અભિનેત્રીનું મોત કોવિડને કારણે થયું છે. અભિનેત્રી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ માં કામ કરનારી અભિનેત્રી રિંકુ સિંહ નિકુંભાએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. રિંકુના નિધન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

રિંકુ સિંહ નિકુંભની કઝીન ચંદા સિંહે મીડિયાને જણાવ્યું હતું કે ૨૫ મેના રોજ રિંકુની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેણીને ઘરે જલ્દીથી સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેનો તાવ ઉતરતો ન હતો. અમે તેને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં ખસેડવાનો ર્નિણય કર્યો. હોસ્પિટલના ડોકટરોએ શરૂઆતમાં તેમને જનરલ કોવિડ વોર્ડમાં દાખલ કર્યા, પરંતુ જ્યારે તેની હાલત વધુ ગંભીર બની ગઈ, ત્યારે બીજા જ દિવસે તેમને આઈસીયુ ખસેડાયા. તે આઈસીયુમાં સારી રીતે સ્વસ્થ થઈ રહી હતી.ચંદાએ વધુમાં કહ્યું કે, જે દિવસે રિંકુનું નિધન થયું હતું, તે સારી હતી, પરંતુ અંતે તેણે આશા છોડી દીધી અને અનુભવ્યું કે તે સર્વાઇવ કરી શકશે નહીં. તે અસ્થમાની દર્દી પણ હતી.ચંદાએ કહ્યું, “તે ખૂબ જ ખુશમિજાજ અને એનર્જીથી ભરેલી હતી. તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે પણ મદદ કરતી હતી. તેને તેના ઘરે ચેપ લાગ્યો હતો. તેના ઘરના લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા, જે હજી સુધી સ્વસ્થ થયા નથી.ચંદાએ અંતે એમ પણ કહ્યું કે રિંકુએ ૭ મે ના રોજ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને જલ્દી જ બીજાે ડોઝ લેવા જવાની હતી. વર્ક ફ્રન્ટ પર, રિન્કુ સિંહ છેલ્લે ફિલ્મ ‘હેલો ચાર્લી’ માં જાેવા મળી હતી. આ સિવાય તે ટીવી કોમેડી શો ‘ચિડિયાઘર’ માં પણ જાેવા મળી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution