અદાણી ગ્રુપ દ્વારા વિદેશમાં પણ એરપોર્ટનું સંચાલન કરવાનું આયોજન



અદાણી ગ્રુપ હાલમાં ભારતમાં છ એરપોર્ટનું સંચાલન કરે છે અને હવે તે વિદેશમાં પણ એરપોર્ટનું સંચાલન કરવાનું આયોજન બનાવી રહ્યું છે. અદાણી ગ્રુપ આફ્રિકન દેશ કેન્યાના એરપોર્ટનું સંચાલન કરવાની યોજના ધરાવે છે અને આ માટે તેણે સેટઅપ પણ તૈયાર કરી દીધો છે. જાેકે, નોકરી ગુમાવવાના ડરે સ્થાનિક ટ્રાન્સપોર્ટ વર્કર્સ તેનો વિરોધ કરી રહ્યા છે.અદાણી એન્ટરપ્રાઈઝે તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે આફ્રિકન દેશમાં એરપોર્ટ હસ્તગત કરવા અને તેનું સંચાલન કરવા માટે કેન્યામાં એક કંપની સ્થાપી છે. એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની નૈરોબીના જાેમો કેન્યાટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળવા માંગે છે. ઈન્ટરનેશનલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે, આ પગલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંભવિત નોકરી ગુમાવવા અંગે દેશના ટ્રાન્સપોર્ટ વર્કર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે તેની અબુધાબી સ્થિત પેટાકંપની ગ્લોબલ એરપોર્ટ ઓપરેટર દ્વારા એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી છે, તેમ સ્ટોક એક્સચેન્જાેને આપેલા નિવેદનમાં જણાવાયું છે.

તેણે કેન્યાના સત્તાવાળાઓને ૨૦૨૯ સુધીમાં નવા ટર્મિનલ અને ટેક્સીવે સિસ્ટમ માટે ૭૫૦ મિલિયન ડોલરના રોકાણની દરખાસ્ત કરી છે, જેમાં ૨૦૩૫ સુધીમાં સુધારા માટે વધારાના ૯૨ મિલિયન ડોલરનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે. જાે અદાણી એન્ટરપ્રાઈસની કેન્યા સાથે આ ડીલ થાય છે, તો તે ભારતની બહાર અદાણીનું પહેલું એરપોર્ટ હશે. અદાણી એન્ટરપ્રાઈઝ હાલમાં દેશમાં અડધા ડઝનથી વધુ એરપોર્ટનું સંચાલન કરે છે. હોમગ્રોન પ્લેયર ય્સ્ઇ ફિલિપાઈન્સમાં મેકટાન સેબુ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરે છે. હૈદરાબાદ સ્થિત કંપનીએ ગ્રીસમાં ક્રેટ એરપોર્ટ તેમજ ઈન્ડોનેશિયાના કુઆલાનામુ ઈન્ટરનેશનલ એરપોર્ટને ઓપરેટ કરવા માટે ડીલ પણ મેળવી છે. પોતાની લાંબા ગાળાની યોજનાઓના ભાગ રૂપે અદાણી એન્ટરપ્રાઈઝ નવા વ્યવસાયો ઉભા કરવા માટે જાણીતું છે. અદાણી ગ્રુપ હ્લરૂ૨૮ સુધીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ હેઠળ સ્થિત એરપોર્ટ બિઝનેસને સૂચિબદ્ધ કરવા માગે છે.

થોડા સમય અગાઉ અદાણી પોર્ટ્‌સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના એમડી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ આગામી ૫-૧૦ વર્ષમાં તેના પોર્ટફોલિયોમાં હાલના સાત એરપોર્ટનું વિસ્તરણ કરવા લગભગ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં અદાણી ગ્રુપ મુંબઈ, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં એરપોર્ટનું સંચાલન કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution