દિલ્હી-

અફઘાનિસ્તાનના કૂદુંજ પ્રાંતમાં સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં લગભગ 44 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇમામ સાહિબ જિલ્લામાં યુદ્ધક વિમાનો દ્વારા સમર્થિત ઓપરેશનમાં સશસ્ત્ર સંગઠનના ત્રણ સ્થાનિક કમાંડર પણ મૃત્યુ પામ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

સેનાના એક વરિષ્ઠ કમાંડર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશનમાં 37 વિદ્રોહી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. આ ઓપરેશનને લઇને હજુ સુધી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી.