રાજીનામાનાં ૮૪ દિવસ બાદ અંતે પીએમ મોદી રૂપાણીને મળવા ગયા

રાજકોટ, ગુજરાતના રાજકરણમાં અનેક મુખ્યમંત્રીઓ પોતાનાં પાંચ વર્ષ પૂરાં કરે એ પહેલાં તેમનું રાજીનામું માગી લેવામાં આવે છે. આવું રૂપાણી સાથે પણ થયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, રૂપાણીએ અચાનક રાજીનામું ધર્યા બાદ નારાજગી અને વિવાદોના અનેક સૂર છેડાયા હતા. રૂપાણીએ મોદીનો સમય માગવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. જાેકે કોઈપણ કારણસર મોદી સમય આપતા નહોતા. ત્યારે આજે અચાનક ૮૪ દિવસ પછી મોદી રૂપાણીને મળતાં મોટી જવાબદારી મળવાની અટકળો તેજ થઈ છે. રૂપાણી રાજીનામું આપ્યા બાદ પારિવારિક- સમાજિક જીવનમાં વ્યસ્ત બની ગયા છે. જાેકે રૂપાણીને કઈ જવાબદારી અપાશે એના પર સૌકોઈની મીટ મંડાયેલી છે. અગાઉ રૂપાણી કહ્યું હતું મેં મારી જવાબદારીનું કંઈ પૂછ્યું નથી અને પાર્ટીએ કંઈ કહ્યું નથી. જે સોંપશે એ સ્વીકારી લઈશું. બીજી તરફ રૂપાણીના રાજીનામાં બાદ સૌરાષ્ટ્ર રાજકોટમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે. અને રાજકોટમાં રીતસર બે જૂથ પડી ગયાં છે. અને ભાજપના આંતરિક વિવાદો મીડિયામાં પણ ગાજી ચૂક્યા છે. ત્યારે મોદી સાથેની રૂપાણીની આ મુલાકાત સૂચક માનવામાં આવે છે. જાેકે વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રૂપાણીને ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોઈ મોટી જવાબદારી સોંપાશે એવું ચર્ચાઈ રહ્યું છે. રૂપાણી પ્રભારી બને કે પછી તેમને અન્ય કોઈ જવાબદારી સોંપવામાં આવશે એવો આંતરિક ગણગણાટ ફરી શરૂ થયો છે. હાલ પણ સંગઠનમાં રૂપાણીની પકડ મજબૂત છે એટલે કોઈ રાજ્યના પ્રભારી બને તો નવાઈ નહિ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution