વડોદરા, તા.૧૧

ઉત્સવ પ્રિયનગરીમાં વિધ્નહર્તા ગણેશજીનું આન-બાન-સાન સાથે આગમન થયા બાદ કેટલાક પરિવારોએ શ્રીજીની સ્થાપના દોઢ દિવસ, પાંચ દિવસ અને ૧૦ દિવસ આનંદ ચૌદશ સુધી કરે છે.

ગઈકાલે ગણેશ ચર્તુથીના રોજ સ્થાપન કર્યા બાદ આજે દોઢ દિવસે કેટલાક પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ઘર આંગણે તથા તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિર્સજન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાદરવા સુદ ચોથથી વડોદરા ઉત્સવ પ્રિય નગરીમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉતસવમાં મોટી સંખ્યામાં વડોદરા નગરીના નગરવાસીઓએ વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના પોત પોતાની શ્રદ્ધા મુજબ કરી છે. જેમાં કેટલાક પરિવારે શ્રીજીની સ્થાપના દોઢ દિવસ માટે કરી હોવાથી દોઢ દિવસ પૂર્ણ થતાં અપાર શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઘર આંગણે તથા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં શ્રીજીનું વિર્સજન કરાયું હતું.

બીજી તરફ વહિવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં પાણી ભરવા સહિતની શ્રીજીના વિર્સજનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

પાલિકા દ્વારા શ્રીજી વિસર્જન માટે

કૃત્રિમ તળાવો પાણી ભરી તૈયાર

વડોદરા, તા.૧૧

વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજી ના વિસર્જન માટે નવલખી મેદાન સહિત ચાર સ્થળે કૃત્રીમ તળાવો બનાવવામાં આવ્યા છે. આ ચારે તળાવોમાં પાણી ભરવાની સાથે આસપાસ લાઈટીંગ તેમજ રોડ અને તળાવની ફરતે બેરીકેટીંગ પણ કરવામાં આવ્યુ છે. આવતિકાલ સુધીમાં તમામ તળાવો પર શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે તરાપાઓ પણ મુકી દેવામાં આવશે.રાજ્ય સરકારે ગણેશોત્સવ માટે નિયમો સાથે છુટછાટ આપવામાં આવી છે. જેના પગલે શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગાઈડ લાઈનના પાલન સાથે આ વર્ષે ભક્તિભાવ પૂર્વક શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. પાલિકા દ્વારા શ્રીજીની પ્રતિમાંઓના વિસર્જન માટે નવલખી, સોમાતળાવ, ગોરવા દશામાં તળાવ,હરણી-સમાં રોડ પર ચાર સ્થળે કૃત્રીમ તળાવો બનાવ્યા છે. ગઈકાલ રાતથી આ તળાવોમાં પાણી ેભરવાની શરૂઆત કરાઈ છે.સાથે તળાવના ફરતે લાઈટીંગ તેમજ રોડ બનાવવામાં આવ્યા છે. તેમજ તળાવને બેરીકેટીંગ પણ કરવામાં આવ્યુ છે.તળાવોમાં પાણી ભરાતા કૃત્રી તળાવો ખાતે શ્રીજી વિસર્જન કરી શકાશે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આવતિકાલે વિસર્જન માટે તરાપા સહિતની વ્યવસ્થા પણ ઉભી કરાશે.