વિદેશી યાત્રા બાદ પીએમ મોદી સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામ સ્થળે નિરિક્ષણ માટે પહોંચ્યા
27, સપ્ટેમ્બર 2021

 દિલ્હી-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવા સંસદ ભવનના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. પીએમ મોદી લગભગ ૮ઃ૪૫ વાગ્યે બાંધકામ સ્થળે ગયા. તેમણે સ્થળ પર લગભગ એક કલાક વિતાવ્યો અને બાંધકામની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અંગે અગાઉથી કોઈને જાણ નહોતી. આ દરમિયાન પીએમ મોદી બાંધકામ સ્થળ પર પહેરવાનું હેલ્મેટ પણ લગાવવામાં આવ્યું હતું. રાજધાની દિલ્હીમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવું સંસદ ભવન બનાવવામાં આવી રહ્યું છે.

ભૂતકાળમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર પ્રતિબંધની પણ માંગ કરવામાં આવી હતી અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે, કોર્ટે સ્ટેની માંગણી ફગાવી દીધી હતી.

તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનનું નિર્માણ આગામી વર્ષ સુધીમાં થઈ જશે. આ માટે, મોટી સંખ્યામાં કામદારો દિવસ અને રાત ઝડપી કામ કરી રહ્યા છે. નવું સંસદ ભવન જૂની ઇમારત કરતાં ૧૭ હજાર ચોરસ મીટર મોટું હશે. તે રૂ. ૯૭૧ કરોડના ખર્ચે ૬૪૫૦૦ ચો.મી.ના કુલ વિસ્તારમાં બનાવવામાં આવશે. તેનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્‌સ લિમિટેડને આપવામાં આવ્યો છે અને તેની ડિઝાઇન એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

લોકસભા અને રાજ્યસભા ચેમ્બર ઉપરાંત નવા સંસદ ભવનમાં એક ભવ્ય બંધારણ હોલ પણ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં ભારતના લોકશાહી વારસાને પ્રદર્શિત કરવા માટે અન્ય વસ્તુઓ સાથે બંધારણની મૂળ નકલો, ડિજિટલ ડિસ્પ્લે વગેરે હશે. મહેમાનોને બંધારણ ખંડની મુલાકાત લેવાની પણ મંજૂરી આપવામાં આવશે અને તેઓ ભારતની સંસદીય લોકશાહી વિશે વધુ માહિતી પણ મેળવી શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution