લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2026 |
2178
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ જાેતાં હવે યાત્રાધામોની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યાં છે. અંબાજીમાં દાનચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ રોષે ભરાયાં છે. દાનચોરીની ઘટનામાં સંડોવાયેલાં આરોપીઓને કડક સજા કરવા માગ ઉઠી છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં એપ્રિલમાં દાન ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ૨૧ એપ્રિલના નોટોના બંડલ છુપાવીને ચોરી કરતો જાેવા મળ્યો હતો. ૭ મેના રોજ ચિરાગ રૂ. ૧.૦૪ લાખનું નોટોનું બંડલ ખિસ્સામાં છુપાવી બાથરૂમ જવાના બહાને નીકળ્યો હતો. આ મામલે બનાસકાંઠાના અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસમાં ગુનો નોંધ્યો હતો. ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી, પરંતુ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી મુક્ત થયા છે.