બોલિવૂડના મહાનેતા અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચનને શનિવારે રાતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે ઐશ્વર્યા અને આરાધ્યાનો પણ આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંન્ને પણ બિગ બી અને અભિષેક જેવા જ કોરોનાના લક્ષણો જાેવા મળ્યા હતાં. માતા અને પુત્રીને પણ નાણાવટી હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યારે જયા બચ્ચન પિત્રી શ્વેતા નંદા અને અગસ્ત્ય નંદાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના સંક્રમણની સામાન્ય અસર છે. એન્ટીજન ટેસ્ટથી બંને સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ તેમને નાણાવટી હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે જ બચ્ચન પરિવારના અન્ય સભ્યોની સાથે સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ ફાઇનલ ટેસ્ટમાં આરાધ્યા અને ઐશ્વર્યાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.