દિલ્હી-

અમેરિકાએ ચીનના પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી છે. કારણકે ચીને આ મિસાઈલ અંતરિક્ષમાંથી લોન્ચ કરી શકાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં ચીને આ જ પ્રકારનુ પરિક્ષણ કર્યુ હતુ. જાેકે ચીને દાવો કર્યો હતો કે, અમે તો વિમાનનુ પરિક્ષણ કર્યુ હતુ, તેને મિસાઈલ સાથે કોઈ લેવા દેવા નથી. જાેકે અમેરિકા આ વાત સાચી માનવા તૈયાર નથી. અમેરિકાના નિષ્ણાતોનુ માનવુ છે કે, ચીને હાઈપર સોનિક મિસાઈલને પહેલા અંતરિક્ષમાં મોકલી હતી અ્‌ને એ પછી ધરતી પર ચોક્કસ જગ્યાએ ટાર્ગેટ કરવા માટે તેને અંતરિક્ષમાંથી મોકલવામાં આવી હતી.આ દુનિયા પહેલેથી જ વિનાશક હથિયારોના ઢગલા પર બેઠેલી છે અને હવે દુનિયાના વિકસીત દેશોમાં હાઈપર સોનિક હથિયારોના પરિક્ષણની હોડ શરુ થઈ છે.

ચીને કરેલા આ પ્રકારના હથિયારના પરિક્ષણ બાદ અમેરિકાએ પણ વળતો જવાબ આપીને હાઈપર સોનિક મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ છે. અમેરિકન નૌસેનાએ કહ્યુ હતુ કે, આ નવા મિસાઈલનો અખતરો નાસાના વર્જિનિયા સ્થિત સેન્ટરમાં કરવામાં આવ્યો છે. આ પરિક્ષણ સફળ રહ્યુ છે અને હાઈપર સોનિક મિસાઈલ ડેવલપ કરવામાં મોટુ પગલુ છે. અમેરિકન નૌસેનાએ કહ્યુ હતુ કે, આ ટેસ્ટે દર્શાવ્યુ છે કે, અત્યાધુનિક હાઈપર સોનિક ટેકનોલોજી, ક્ષમતા તેમજ પ્રોટોટાઈપ બનાવવ માટે આપણે સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે, હાઈપર સોનિક મિસાઈલ બીજી મિસાઈલો જેવી જ હોય છે પણ તે અવાજ કરતા પાંચ ગણી ઝડપથી ઉડાન ભરી શકે છે. એટલુ જ નહીં તે અધવચ્ચે પણ પોતાનો રસ્તો બદલવામાં સક્ષમ હોય છે. તેને ડિટેક્ટ કરવી પણ મુશ્કેલ હોય છે.