રાજકોટ-

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, “હું CM હતો અને CM રહીશ, CM એટલે કોમન મેન”. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ નિવેદન ઘણું જ સૂચક છે. ગુજરાતના રાજકારણમાં ત્યારે ભૂકંપ આવ્યો જયારે સરકાર અને સંગઠનમાં સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યાં અને અચાનક વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું હતું. જો કે વિજય રૂપાણી માટે આ સહજ હતું, માટે જ નવા પ્રધાનમંડળના શપથ ગ્રહણ બાદ અને રાજકોટ પહોચ્યા બાદ તેઓના મુખ પર જરા પણ દુઃખની લાગણી દેખાતી નહતી. પણ આજનું રાજકોટમાં તેમનું સંબોધન ઘણું કહી જાય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામુ આપ્યા બાદ ગઈકાલે 16 સપ્ટેમ્બરે પહેલી વખત પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા.તેમના નિવાસ સ્થાને સ્થાનિક કાર્યકર્તાઓ સ્વાગત કર્યુ હતું.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલીબેન પણ હતા. આ તબક્કે તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નવા પ્રધાનમંડળની શપથવિધિ કરાવીને પહેલી વાર રાજકોટ આવ્યો છું. ખુબ હળવાશ અને મુક્ત થઈને આહી આવ્યો છું અને આનંદ છે."