પ્રેમી દ્વારા સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ, સારવાર દરમિયાન સગીરાનું મોત નિપજ્યું
23, ઓગ્સ્ટ 2021 396   |  

અમદાવાદ-

શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીરાનું મહિનાઓ પહેલાં પ્રેમીએ લાલચ આપી અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે, આ મામલે કોઇને જાણ કરી ન હતી. આ દરમિયાન સગીરાને દુઃખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ત્યાં તેની ડિલીવરી થઇ ગઇ હતી. જેમાં સગીરાએ મૃત બાળકનો જન્મ આપ્યો હતો. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત નિપજ્યું હતું. આ મામલે ગોમતીપુર પોલીસે તપાસ કરતા પ્રેમી યુવકે 3 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. આરોપી યુવક અને સગીરા અવાર નવાર મળતા હતા. આ દરમિયાન આરોપી સગીરાને 3 વખત હોટલમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે સગીરાને 9 માસનો ગર્ભ હોવા છતાં પરિવારના કોઈ સભ્યને આ બાબતની જાણ ન હતી. હાલમાં પોલીસે સગીરાના પ્રેમીની શોધખોળ શરૂ કરી છે. આરોપી પ્રેમી સામે અપહરણ, દૂષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે પોલીસે મૃત બાળકના DNA માટેના પણ સેમ્પલ લીધા છે. અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી થતાં તેને મૃત બાળકને જન્મ આપ્યો છે. જો કે બાળકના જન્મ બાદ સગીરાનું પણ મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution