વડોદરા, તા. ૨૬

એમ.એસ.યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગત શનિવારે એક દંપતી દ્વારા નમાઝ પઢવાનો વિવાદ સમે તે અગાઉ હવે મ.સ.યુનિ.ના યુનિટ બિલ્ડીંગના કેમ્પસમાં પરીક્ષા આપવા આવેલા બે વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાના વિડીઓ વાયરલ થતાં સમગ્ર મામલો વધુ ઉગ્ર બન્યો છે. આ બનાવની જાણ થતાં જ યુનિ.ની વિજીલન્સની ટીમ અને સયાજીગંજ પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે જયારે વિદ્યાધામમાં નમાજના પગલે વિશ્વ હિંદુ પરીષદ અને બંજરગ દળના કાર્યકરો પણ મેદાનમાં આવ્યા છે અને તેઓએ નમાજના સ્થળે પહોંચી હોબાળો મચાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

મ.સ.યુનિ.માં તાજેતરમાં એક મહિલા પ્રોફેસરની હાજરીપત્રકમાં બિભત્સ ચિત્ર દોરવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ વિવાદમાં કેટલાક વિધર્મી યુવકોની સંડોવણીની વાત વહેતી થતાં ઉશ્કેરાટ ફેલાયો હતો.

આ વિવાદ વચ્ચે ગતદ શનિવારે યુનિ.માં સંસ્કુત મહાવિદ્યાલય ખાતે એક દંપતિનો નમાઝ પઢતો વિડીયો વાયરલથતાં વિવાદ સર્જાયો હતો. આ વિવાદ શમે તે અગાઉ જ કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડીંગ હાયર પેમેન્ટ યુનિટ પાછળ પરીક્ષા આપવા આવેલ બે વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ પઢવામાં આવી હોવાની જાણ થતાં સીક્યોરીટી ગાર્ડસ અને વિજીલન્સની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ નમાઝ પઢતા વિદ્યાર્થીઓને અટકાવ્યા હતા. જાેકે આ વિદ્યાર્થીઓના નમાઝના વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં આ મુદ્દે ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. આ બનાવના પગલે દોડી આવેલા વીએચપી અને બજરંગદળના કાર્યકરોએ યુનિ. સત્તાધીશોને ઉગ્ર રજુઆત કરી હતી જયારે સયાજીગંજ પોલીસે પણ આ બનાવની તપાસ શરૂ કરી છે.

ગંગાજળ છાંટી વીએચપી - બજરંગદળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ

સંસ્કુત મહાવિદ્યાલય પાસે અને યુનિટ બિલ્ડીંગ ખાતે જ્યાં નમાઝ પઢવામાં આવી હતી તે સ્થળે આજે વીએચપી અને બંજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા એકઠા થયા હતા. તેઓએ સમગ્ર વિસ્તારમાં ગંગાજળ છાંટી શુધ્ધીકરણ કર્યા બાદ રામધુન સાથે હનુમાનચાલીસાના સામુહિક પાઠ કર્યા હતા.

પીઆરઓનો લૂલો બચાવ ઃ યુનિ.ની શાંતિ ખોરવવાના પ્રયાસો

સુરક્ષા વ્યવસ્થામાં ખાડે ગયેલા મ.સ.યુનિ.ના તંત્રની આબરુ બચાવવા માટે પીઆરઓ લકુલીશ ત્રિવેદીએ એવો લુલો બચાવ કર્યો હતો કે નમાઝ પઢી રહેલા વિદ્યાર્થીઓને આ પ્રકારનું વર્તન ન કરવા માટે વીજીલન્સની ટીમે સુચના આપી હતી જયારે કેટલાક તત્વો યુનિ.ની શાંતિ ખોરવવાનો પ્રયાસ માટે આ બનાવને મોટુ સ્વરૂપ આપી રહ્યા છે.

શિક્ષણ પવિત્ર ક્ષેત્ર છે ત્યારે આવી બાબતથી બચવું જાેઈએ ઃ વિજયવર્ગીય

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલય ફેકલ્ટીની પાસે બે અજાણ્યા ઈસમ દ્વારા નમાઝ પડવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ત્યારે આ અંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું છે કે, શિક્ષણ નુ ઘામ એ એક પવિત્ર ક્ષેત્ર છે. તેને આવી બધી બાબતોથી બચવું જાેઈએ.

ગત શનિવારના રોજ વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ.ના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર એક મહિલા અને એક પુરુષ નમાઝ પડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો મામલે હિન્દુ સંગઠનના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.આજે પણ યુનિટબિલ્ડીંગ પાસે યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ પઢવની ઘટના બનતા અન્ય વિગ્યાર્થીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.બીજી તરફ આજે શહેરના મહેમાન બનેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ મામલે જણાવ્યું હતું કે, શિક્ષા એ પવિત્ર ક્ષેત્ર છે. તેમાં આવા પ્રકારની બાબતોથી બચવું જાેઈએ.