વડોદરા ઃ વડોદરા ઃ મતદાન કેન્દ્રો પર ભારે ધીમી ગતિથી મતદાન પ્રક્રિયા ચાલતી હોવાના કારણે ઠેર ઠેર લાંબી કતારો જાેવા મળી હતી. આ પૈકી શહેરના મંગલેશ્વર ઝાંપા પાસેની સરકારી સ્કુલમાં બપોરે ચાર વાગે મતદારોની લાંબી કતારોમાં ઉભેલા મતદારો ધીમી મતદાન પ્રક્રિયાથી કંટાળ્યા હતા અને તેઓએ હોબાળો મચાવી ત્યાં હાજર પોલીસ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. જાેકે પોલીસે મતદારોને જે લોકો લાઈનમાં ઉભા છે તે તમામને પાંચ વાગ્યા પછી પણ મતદાન કરવા મળશે તેમ કહી શાંત પાડ્યા હતા. એક તબક્કે મતદાન પ્રક્રિયામાં જાેડાયેલા કર્મચારીઓએ આ સ્થળે મતદારો સાથે અન્ય લોકો પણ આવ્યા છે તેવી ફરિયાદ કરતા પોલીસે મતદારો સિવાયના લોકોને શાળા કમ્પાઉન્ડમાંથી બહાર કાઢી ભીડ ઓછી કરવાના પ્રયાસો કર્યા હતા.