30, જુન 2024
1584 |
બાર્બાડોસ: ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, જેના કારણે દેશવાસીઓમાં ખુશીની લહેર છે. ત્યારથી ફેન્સ માટે એક પછી એક દિલધડક સમાચાર આવી રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ હવે રવિન્દ્ર જાડેજાએ મોટી જાહેરાત કરી છે. રવીન્દ્ર જાડેજાએ પણ ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે દેશવાસીઓ ટી-૨૦ વર્લ્ડકપની જીતની ઉજવણી કરી રહ્યા હતા. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓએ ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું. બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ મોટી જાહેરાત કરી અને ટી-૨૦ ને અલવિદા કહી દીધું. હવે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ તેના ચાહકોનું દિલ તોડી નાખ્યું અને તેણે પણ નિવૃત્તિ જાહેર કરી દીધી. જો કે આ ત્રણેય ખેલાડીઓ ટેસ્ટ અને વનડેમાં જોવા મળશે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાનો જાદુ ચાલ્યો નહીં. તેણે માત્ર 2 રન બનાવ્યા હતા. બોલિંગમાં તેને કોઈ વિકેટ મળી ન હતી. તેની ડેબ્યૂ મેચ પણ આવી જ હતી. તેણે 10 ફેબ્રુઆરી 2009ના રોજ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. શ્રીલંકા સામે કોલંબોમાં રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજા એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. તેણે માત્ર 5 રન બનાવ્યા હતા.