/
નોરા ફતેહીનો આ વીડિયો જોઇને ફેન્સ બોલ્યા વર્ષની શરુઆતમાં જ મારી નાખશો કે શું? 

મુંબઇ

બોલિવુડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી સમય સમય પર પોતાના લૂક્સ અને ડાન્સ મૂવ્સ દ્વારા પોતાના ફેન્સના હૃદયના ધબકારા ચૂકવી દે છે. ફુટડી નોરાના પોઝ અને ડાન્સ જે પણ જોઈને તેને પોતાના દિવાના બનાવવા માટે પૂરતા છે. તાજેતરમાં નોરા ફતેહીનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર આવ્યો છે. આ વીડિયો હકીકતમાં તેના લેટેસ્ટ ફોટોશૂટનો છે. આ ફોટશૂટની કેટલીક ઝાંખી તેમાં જોવા મળે છે. આ વીડિયોમાં દેખાય છે કે નોરાએ ફોટોશૂટ માટે ટ્રાન્સપરન્ટ ગાઉન પહેર્યું છે. હવે તેનો આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે.


નવા વર્ષે નોરાનો આ અંદાજ ફેન્સ વચ્ચે તહેલકો મચાવી દેવા માટે પૂરતો છે. આ વીડિયોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નોરા પોઝ દેતી જોવા મળે છે. આ ડ્રેસમાં તેની ટોન્ડ બોડી સ્પષ્ટ નજરે પડે છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં બિયોન્સ અને જય જેનું સોન્ગ ક્રેઝી ઇન લવ વાગી રહ્યું છે. જેમાં નોરાનો અંદાજ ફેન્સના મન-મષ્તિસ્ક બંને પર હાવી થઈ જાય છે. તમને જણાવી દઈએ કે નવા વર્ષ 2021નો નોરાનો આ પહેલો વીડિયો છે. જેમાં તે ડાન્સ મૂવ્સ ન કરતી હોય ત પરંતુ તેમ છતા તેની અદાથી લોકોને ઘાયલ કરી રહી છે અને આ જ વાત તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. 

તમને જણાવી દઈએ કે પોતાના ડાન્સ અને અંદાજથી બોલિવુડના દર્શકોના દિલોમાં જગ્યા બનાવી લેનાર આ ફુટડી હિરોઈન અનેક લોકોના દિલના ધબકારા થંભાવી દે છે. આ કારણે જ ઇન્સ્ટાગ્રામ પર તેનું ફેન ફોલોઇંગ વધીને 21.1 મિલિયન થઈ ગયું છે. નોરા પોતાના ફેન્સનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution