અમદાવાદ: ન્યૂઝ પેપરમાં સરકારી નોકરીની ખોટી જાહેરાત આપી પૈસા પડાવનાર ઝડપાયો

અમદાવાદ-

તા. 15 ઓક્ટોબરે ન્યૂઝ પેપરમાં સરકારી નોકરીની જાહેરાત આપી નોકરી કરવા ઈચ્છુક યુવકો પાસેથી ફીના નામે પૈસા પડાવનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ગત 15 ઓક્ટોબરે દૈનિક ન્યૂઝ પેપરમાં સીધી ભરતી માટેની જાહેરાત આવી હતી. જેમાં કોવિડ-19ના અનુસંધાને ઘરે બેસીને કામ કરી શકાય તેવી નોકરીઓ માટે ગુજરાતના શહેર અને જિલ્લા મુજબ કુલ 2,520 ઉમેદવારોની ભરતી કરવાની છે. જે માટે નોકરી ઈચ્છૂક ઉમેદવારો ઓનલાઈન અરજી કરીને ઓનલાઈન 300 રૂપિયા ફી ભરી શકે છે.પોલીસે કરી ધરપકડઆ જાહેરાત ખોટી હોવાની વાત સામે આવતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધવામાં આવી હતી અને તપાસ દરમિયાન ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપી પ્રતાપરાય પંડ્યાને પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપીના બેન્ક એકાઉન્ટમાં 14 લાખ રૂપિયાઆરોપીના બેન્ક એકાઉન્ટમાં 14 લાખ રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે. જેથી પોલીસે જાહેરાત આપનારા રઘુવીરસિંહ સરવૈયા નામના ઇસમ વિરુધ તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસ અન્ય કેટલા લોકોની સંડોવણી છે, તે દિસામાં તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution