/
અમદાવાદ એરપોર્ટે સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટનો વિક્રમ સર્જયો

અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને ૬ વિકેટથી હરાવીને વિશ્વ વિજેતા બન્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ ઘર આંગણે હોવાને લઈ અમદાવાદમાં ગજબનો ઉત્સાહ જાેવા મળ્યો હતો. શહેરમાં સ્ટેડિયમ તરફ જતા તમામ રસ્તાઓ ક્રિકેટ રસિકોથી ઉભરાતા જાેવા મળતા હતા. ટ્રાફિક પણ મુશ્કેલ બન્યો હતો. એટલે જ ક્રિકેટ રસિયાઓએ પોતાના વાહનને બદલે મેટ્રો પર પસંદ ઉતારી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્વકપ ૨૦૨૩ ની ફાઈનલ મેચ ઘર આંગણે હોવાને લઈ અમદાવાદીઓ જ નહીં પરંતુ ગુજરાત અને દેશના ક્રિકેટ રસિકોમાં ગજબનો ઉત્સાહ હતો. અમદાવાદમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પર ક્રિકેટ રસિકોની ભીડ ઉભરાયેલી જાેવા મળતી હતી. જ્યારે રસ્તાઓ પર પણ ગજબની ભીડ ઉમટેલી જાેવા મળતી હતી. જેથી લોકોએ વાહનને સ્ટેડિયમ તરફ લઈ જવાને બદલે મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કર્યો હતો. સ્ટેડિયમ જ નહીં અમદાવાદમાં દરેક જગ્યા ઉપર ક્રિકેટ રસિકોનો જમાવડો જાેવા મળ્યો હતો. આ જ ક્રિકેટના કારણે લોકોને કમાણીની તક પણ મળી. ક્રિકેટ મેચ દરમિયાન ટ્રાફિકની અને પાર્કિંગ સમસ્યા માંથી મુક્તિ મેળવવા લોકોએ મેટ્રોની પસંદગી કરી. તો વિદેશથી આવનારા અને અન્ય શહેરથી આવનારા લોકો ના કારણે અમદાવાદ એરપોર્ટે તેનો એક દિવસનો રેકોર્ડ પણ તોડ્યો હતો. વર્લ્ડકપ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે મેટ્રો પહેલી પસંદગી બની હતી. જ્યાં અમદાવાદમાં રમાયેલ ૫ મેચ દરમિયાન મેટ્રોમાં કુલ ૪,૮૧,૭૭૯ લોકોએ મુસાફરી કરી. જેના કારણે મેટ્રોને રુપિયા ૮૨,૯૭,૭૯૮ જેટલી આવક થઈ. જેમાં સૌથી વધુ ૧૪ ઓક્ટોબરે રમાયેલી ભારત અને પાકિસ્તાન મેચ મેટ્રોને વધુ ફળી. શહેરમાં એક સ્થળે થી સ્ટેડિયમ પહોંચવા મેટ્રોમાં લોકોએ મુસાફરી કરી. તો સાથે જ અન્ય શહેર અને અન્ય દેશ માંથી મેચ જાેવા આવનારા અને મહેમાનોએ હવાઈ મુસાફરી પસંદ કરી. એરપોર્ટ પર હેવી હવાઈ ટ્રાફિક જાેવા મળ્યો. જ્યાં ૧૯ નવેમ્બરે ફાઇનલ મેચ દરમિયાન એરપોર્ટ પર એક જ દિવસમાં ૪૦,૮૦૧ મુસાફરોનો ધસારો નોંધાયો હતો. જે એક દિવસના મુસાફર સંખ્યાનો રેકોર્ડ નોંધાયો હતો.૧૯ નવેમ્બર એરપોર્ટ પર અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રહી. જ્યાં એરપોર્ટ પર ૨૬૦થી વધુ શિડ્યુલ્ડ અને ૯૯ નોન-શિડ્યુલ્ડ એમ કુલ ૩૫૯ એર ટ્રાફિક મૂવમેન્ટ્‌સ નો રેકોર્ડ સર્જાયો છે. જેમાં એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓમાં ૪૦,૮૦૧ મુસાફરોમાં ૩૩૬૪૨ જેટલા સ્થાનિક અને ૭૧૫૯ આંતરરાષ્ટ્રીય કક્ષાના મુસાફરોનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ ભારતીય વાયુસેનાના એર શોને લઈને ૪૫ મિનિટથી વધુ સમય એર સ્પેસ બંધ રહેવા છતાં પણ સર્જાયો હતો.અગાઉ ૧૮ નવેમ્બરે એરપોર્ટ પર બીજી સૌથી વધુ મુસાફરોની અવર જવર જાેવા મળી હતી. જ્યારે એરપોર્ટે પર ૨૭૩ ફ્લાઇટ મૂવમેન્ટમાં ૩૮૭૨૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. તો ૧૯ ફેબ્રુઆરીના રોજ ૨૬૮ ફ્લાઇટ શિડયુલ સાથે ૩૭,૭૯૩ મુસાફરોનીત્રીજી સૌથી વધુ મુવમેન્ટ જાેવા મળી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution