અમદાવાદ: AMC દ્વારા BRTSના મુસાફરો માટે માસિક-ત્રિમાસિક પાસ યોજના શરૂ
22, ઓક્ટોબર 2021

અમદાવાદ-

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા BRTSના મુસાફરો માટે માસિક ત્રિમાસિક પાસ યોજના શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી જનમિત્ર કાર્ડ આપવામાં આવતા હતા. જેમાં બેલેન્સ કરાવી મુસાફરો મુસાફરી કરતા હતા. જોકે હવે AMTSની જેમ બીઆરટીએસમાં પણ માસિક ત્રિમાસિક પાસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેના કારણે મુસાફરોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તેમજ નિશ્ચિત રકમ ભરવાથી એક મહિના અને ત્રણ મહિના સુધી મુસાફર અનલિમિટેડ મુસાફરી કરી શકશે.પાસ કઢાવવા માટેની સુવિધા એમ.જે. લાઇબ્રેરી, સોનીની ચાલી, મણીનગર રેલ્વે સ્ટેશન, ઝાંસીની રાણી, બોપલ અને એપ્રોચના BRTS સ્ટેશન ખાતે મળી રહેશે.

BRTSમાં માસિક-ત્રિમાસિક પાસ યોજનામાં સામાન્ય મુસાફરોને રૂપિયા 750માં માસિક પાસ મળી રહેશે. જયારે સામાન્ય મુસાફરો માટે ત્રિમાસિક પાસની કિંમત રૂપિયા 2000 રહેશે. આ ઉપરાંત, ૬૫થી ૭૫વર્ષના વૃદ્ધો માટે પાસમાં ૪૦ ટકાનું ડિસ્કાઉન્ટ રહેશે. ૭૫ વર્ષથી વધુના સિનિયર સિટઝનને નિ:શુલ્ક પાસ આપવામાં આવશે. નેશનલ લેવલે રમનાર ખેલાડી માટે નિ:શુલ્ક પાસ રહેશે. આ પાસ કઢાવી મુસાફર BRTSની અનલિમિટેડ મુસાફરી કરી શકશે. શહેરના 6 BRTSના સ્ટેશન પર પાસ કઢાવામાં આવશે. હાલ તો આ માસિક પાસની જાહેરાતથી શહેરના લાખો મુસાફરોને ફાયદો મળી રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution