અમદાવાદ-

અમદાવાદના આર્મી કેમ્પ એરિયામાં આવેલા કેમ્પ હનુમાનજી મંદિર ને આજથી લગભગ 248 દિવસ પછી ભાવિક ભક્તો માટે ખોલવામાં આવશે, છેલ્લા ઘણા સમયથી ભક્તો દ્વારા મંદિર ખોલવાની અપીલને ધ્યાનમાં લઈને મંદિરના ટ્રસ્ટીઓ અને આર્મી કેમ્પના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ ગઈ, અને આખરે કેમ્પના હનુમાન મંદિરને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો, મંદિર ના ટ્રસ્ટીઓ અને આર્મી કેમ્પના અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે પણ ભક્ત દર્શન માટે આવે તેને માસ્ક ફરજીયાત પણે પહેરવું પડશે, અને સોશિયલ ડીસ્ટેન્સીગનું પણ અચૂક પાલન કરવું પડશે, તે સિવાય તેને મંદિરમાં પ્રવેશ મળશે નહિ. જે પણ દર્શનાર્થી દર્શન માટે આવે તે મંદિરમાં દર્શન માટે 10 સેકંડ થી વધુ નહિ રોકાઈ શકશે, દસ સેકંડ માટે દર્શન ની છુટ આપવામાં આવી છે.