અમદાવાદ નીરવ રાયચુરાની ૫ાસા હેઠળ ધરપકડ

અમદાવાદ, અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા કોલ સેન્ટરના એક સમયનાં કિંગ ગણાતો નીરવ રાયચુરાને તેની ઓફીસમાં થી દારૂની મહેફિલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર બાદ તેની સામે અલગ અલગ ૩ ગુનાઓ પણ દાખલ કરવા માં આવ્યા હતા.ત્યાર બાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ તેની સામે દારૂનો કેસ કરવા માં આવેલ અને તે જેલ માં હતો પરંતુ ફરી વાર તેને જેલ માં મોકલી દેવા માં આવ્યો છે. કારણ કે તેની સામે આ વખતે પાસા કરવામાં આવ્યા છે. અમદાવાદ ના આનંદનગર વિસ્તાર માં દારૂની મહેફિલ કરતા ૩ લોકો ની ધરપકડ કરવામાં આવી હતી. 

નોંધનીય છે કે દારૂ ની મહેફિલ તો ઠીક પરંતુ પોલીસ જયારે તપાસ કરી તો અનેક ચોકવનારી માહિતી સામે આવી અને જેમાં એક સમય ન કોલ સેન્ટર ના માસ્ટર માઈન્ડ નીરવ રાયચુરા પણ પકડાઈ ગયો હતો. શહેરના પોશ વિસ્તાર માં આવેલ આ ઓફીસમાં દારૂ ની મહેફિલની માહિતી મળતા ખુદ ઝોન-૭ ના ડીસીપી આવી ગયા હતા. પેહલાં તો આ ઓફિસમાં જવા માટે મેહનત કરવી પડી કારણ કે ફિંગર પ્રિન્ટ થી ઓફિસનો દરવાજાે ખૂલતો હતો.ઓફીસ માં જઈ તપાસ કરી તો નીરવ રાયચુરા, સંતોષ ભરવાડ અને ઓફીસ માં કામ કરતો રાહુલ નામ નો યુવક પકડાઈ ગયા હતા.

પોલીસ દ્વારા તપાસ કરવા માં આવી તો મોબાઈલ થી ક્રિકેટ સટ્ટા ચાલતું હોવાનું પણ મળી આવ્યું અને તેનો પણ કેસ કરવા માં આવ્યો છે..આમ કુલ ૩ ફરિયાદ કરવા માં આવી હતી.મહત્વ ની વાત તો એ છે કે ઓફીસ ની તપાસ બાદ આરોપી નીરવ ના ઘરે પોલીસ ગઈ તો વધુ ચોંકી ગઈ કારણ કે ઘર માં આલીશાન બાર મળી આવ્યું અને એક હથિયાર સાથે કુલ ૩૪ હજારનો દારૂ મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ આઈપી એડ્રેસની તપાસ માટે સાયબર સેલને સોંપવામાં આવી હતી જાેકે આરોપીના મોબાઈલથી ક્રિપટો કરન્સી પણ મળી આવી છે અને તેના માટે એફએસએલની મદદ લેવા માં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution