અમદાવાદ: રેલવે સ્ટેશન પર કોરોના વિસ્ફોટ, 4 ટ્રેનોમાંથી 42 લોકો કોરોના સંક્રમિત
21, સપ્ટેમ્બર 2020 297   |  

અમદાવાદ-

અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાં 11 પોઝિટીવ કેસ સામે આવ્યા છે, તેવી જ રીતે હાવડા એક્સપ્રેસમાં 22 પોઝિટીવ, ગોરખપુર એક્સપ્રેસમાં 6 કેસ, મુઝફ્ફરપુર સ્પે.ટ્રેનમાં 3 કેસ સામે આવ્યા છે. 23 કોરોના દર્દીઓને સાબરમતી કોવિડ સેન્ટરમાં મોકલાયા છે, જ્યારે 19 દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. રેલવે સ્ટેશન પર દ્વારા ટેસ્ટિંગ કરાયુ હોવોના સમાચાર મળી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે એએમસી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગના 14મા દિવસે પણ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 14માં દિવસે સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. એએમસી દ્વારા ટ્રેનમાં આવતા મુસાફરોનું ફરજીયાત કોરોના ચેકિંગ કરાઈ રહ્યું છે. ટેસ્ટિંગ કયર્િ બાદ જ મુસાફરો બહાર નીકળી શકે છે.

આ સંદર્ભે દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેનના એએમસી દ્વારા 826 મુસાફરોનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાં 11 લોકો પોઝિટિવ મળ્યા છે. ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 409 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં 6 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. મુઝફરપુર સ્પેશિયલ ટ્રેનમાં આવેલ 559 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું, જેમાં 3 પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને હાવડા એક્સપ્રેશના 648 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું, જેમાં 22 પોઝિટવ કેસ સામે આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર જ ટેસ્ટિંગના 14મા દિવસે કુલ 4 ટ્રેનના 2442 મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં કુલ 42 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. રવિવારે પણ દિવસ દરમિયાન 4 ટ્રેનમાં કોરોના ટેસ્ટિંગ કરાયુ હતું. 42માંથી 23 દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન પર બનાવેલ કોવિડ કેર સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા, જ્યારે 19ને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. એએમસી દ્વારા હાલ ટેસ્ટિંગની ઝુંબેશ હેઠળ કાલુપુર રેલવે સ્ટેશન પર આ કામગીરી કરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution