થર્ટી ફર્સ્ટ નજીક આવતા અમદાવાદ-ગોવા એરફેરમાં અઢી ગણો વધારો

અમદાવાદ, ૩૧ ડિસેમ્બરને હવે ૧૪ દિવસનો સમય જ બાકી છે, ત્યારે અમદાવાદમાં રાત્રિ કફ્ર્યૂ લાગૂ હોવાને લીધે અમદાવાદીઓ અને ગુજરાતીઓ ગોવા જવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. જાેકે અત્યારથી જ અમદાવાદ-ગોવાનું એરફેર આસમાને પહોંચવા લાગ્યું છે. અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર હવે ૮ હજારને પાર છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ અઢી ગણું વધારે છે. કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રે ૯ વાગ્યાથી કફ્ર્યૂ હોય છે અને તે ૩૧ ડિસેમ્બર વખતે પણ યથાવત્‌ રહેશે. આમ, આ વખતે અમદાવાદમાં ૩૧ ડિસેમ્બરના ભવ્ય ઉજવણીનું આયોજન શક્ય નહીં હોવાથી મોટાભાગના લોકો ગોવા જવાનું પસંદ કરી રહ્યા છે. જેને કારણે અત્યારથી જ અમદાવાદ-ગોવાના એરફેરમાં વધારો થવાનું શરૂ થઇ ગયો છે. 

ક્રિસમસ અગાઉ એટલે કે ૨૪ ડિસેમ્બરના અમદાવાદ-ગોવાનું મહત્તમ વન-વે એરફેર ૬.૫૮૯ રૂપિયા છે. જે સામાન્ય દિવસો કરતાં બે ગણું વધારે છે. તે પછી ૨૯ ડિસેમ્બરથી અમદાવાદ-ગોવાના વન-વે એરફેરમાં તોતિંગ વધારો જાેવા થઈ રહ્યો છે. ૩૦ ડિસેમ્બરના અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર ૮૦૧૩ રૂપિયા છે. ટ્રાવેલ એજન્ટોના મતે ગુજરાતીઓ ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા, દીવ, દમણ, માઉન્ટ આબુ અને ઉદયપુર જેવા સ્થળે ફરવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં ગોવા હોટ ફેવરિટ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર ૧૪ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution