અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેન 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે, આ નિયમનું પાલન ફરજીયાત
06, ફેબ્રુઆરી 2021 1485   |  

અમદાવાદ-

મુંબઇ વચ્ચે તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરીથી કોરોનાની ગાઇડલાઇન સાથે ફરી દોડશે. ટ્રેન સોમવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ચાર દિવસ ચાલશે. તેજસ એક્સપ્રેસ અંધેરી સ્ટેશન પર બે મિનીટ માટે જતા અને આવતા સમયે ઉભી રહેશે. મુસાફરો આઇઆસીટીસીની વેબસાઇટ પરથી ઓનલાઈન તેમજ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઇના તેજસ કાઉન્ટર પરથી બુકિંગ કરાવી શકશે.

મુસાફરોએ સમય કરતા વહેલા સ્ટેશન પહોચવાનું રહેશે. દરેક મુસાફરે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. મુસાફરી દરમિયાન દરેકે ફેસ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. અનલોક બાદ 17 ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ શરૂ થઈ હતી.પરંતુ ટ્રેનને સરેરાશ 150થી 175 પેસેન્જરો જ મળતા હતા. આમ ટ્રેનથી આવકની સામે ખર્ચ વધુ હોવાથી આઈઆરસીટીસીએ 24 નવેમ્બરથી ટ્રેનનું સંચાલન રદ કરવાની જાહેરાત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution