અમદાવાદ: DCP જોન સેવન નું ઓપરેશન પ્રહાર, ભાગેડુ તેમજ સાસમાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત તોડાશે
07, જુન 2021 792   |  

અમદાવાદ-

અમદાવાદનાં કુખ્યાત ગુજસી ટોક નો આરોપી નજીર વોરાની વધુ મિલકત આજે કોર્પોરેશન ધ્વારા તોડી પાડવામાં આવી છે વેજલપુર વિસ્તારમાં આવેલી હાજીબાવા કૂઈ રોડ પર અલીજા કોમ્પ્લેક્ષ આજે કોર્પોરેશન ધ્વારા તોડી પાડવામાં આવી છે જોકે આ ડિમોલેશન ની કામગીરી પોલીસ અને કોર્પોરેશન એ સાથે મળીને કરી છે નજીર વોરા હાલમાં તેને કોર્ટમાં સરેન્દર કર્યું છે નજીર વોરા લેન્ડ ગ્રેબિંગ નો આરોપી છે જેના વિરુદ્ધમાં કોર્ટે વોરંટ પણ ઇસ્યુ કર્યા હતા બાદ માં નજીર વોરા અને તેની પત્ની વકીલ મારફતે કોર્ટમાં હજાર થયા હતા અને કોર્ટે તેમને પોલીસ ને સોપયા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં નજીર વોરા હાલ જેલમાં છે અને પોલીસ આવા આરોપીઓ વિરુદ્ધ લાલ આંખ કરી અને તેમની ઊભી કરેલી ગેર કાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે ડીપીસી જોન સેવન એ લોકસત્તા જનસતા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે હાલમાં અમે ઓપરેશન પ્રહાર શરૂ કર્યું છે જેમાં આવા ગેંગસ્ટર અને અસમાજિક તત્વો એ ગેરકાયદેસર ઊભી કરેલ મિલક્તોને તોડી પડી છે કોર્પોરેશન સાથે મળી ને અને આ કામગીરી આગામી 15 તારીખ સુધી કરવામાં અવસે જેમાં આવા આરોપીની તમામ મિલકતો અમે તોડી પાડવાના છીએ હાલમાં કોર્પોરેશનના 40 માણસો અને પોલીસનો 150 નો સ્ટાફ જેમાં 5 પી એસ આઈ અને 2 પી આઈ અને 1 એસીપી એ બાકીના પોલીસ કર્મીઓ ને સાથે રાખીને આ ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે 15 તારીખ સુધી ચલસે અમદાવાદમા આવા બાહોશ અધિકારીઓએ જો પોતાનો પરચો બતાવે તો આવા કુખ્યાત આરોપીઓ ની શાન ઠેકાણે આવે અને જાણતા ને હેરાન કરવાનું બંધ કરે 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution